અમિતાભ અને દીપિકા પાદૂકોણની ‘પીકુ’ની રી-રિલીઝની જાહેરાત

મુંબઈ, દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું છે કે તેની ૨૦૧૫ની ફિલ્મ ‘પીકુ’ ફરી થિએટરમાં રિલીઝ થવાની છે. શનિવારે તેણે પોતાનૈ ઇન્સ્ટાગ્રામ પર આ અંગે એક પોસ્ટ કરી હતી. તેણે એક વીડિયો શેર કર્યાે હતો, અમિતાભ બચ્ચન સાથેના આ વીડિયોમાં તેણે ફિલ્મના કેટલાક સીનનો વીડિયો શેર કર્યાે હતો.
આ વીડિયોમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું, “નોમોશ્કાર. પીકુ, યાદ છે? પીકુ, ભાસ્કર દા, એ લોકો એક રોડ ટ્રીપ પર ગયા હતા. નથી યાદ? આ જુઓ. એ એક બહુ સરસ ટ્રીપ હતી. બિલકુલ કલ્પના કરી ન હોય એવી કે માનવામાં ન આવે એવી.”આગળ તેમણે કહ્યું, “તેમાં લાગણીઓ હતી, હાસ્ય હતું અને ચિંતા પણ હતી. પીકુ ફરી તમારા નજીકના થિએટરમાં રિલીઝ થઈ રહી છે.
જોવા જજો, જશો ને?” આ ફિલ્મ ૯ મેએ તેની દસમી એનિવર્સરીએ ફરી રિલીઝ થઈ રહી છે.આ વીડિયો શેર કરતાં દીપિકાએ લખ્યું, “એક એવી ફિલ્મ, જે હંમેશા મારા દિલથી નજીક રહી છે – પીકુ દસમી એનિવર્સરી ઉજવવા ૯ મેએ ફરી થિએટરમાં આવી રહી છે.
ઇરફાન, અમે તમને બહુ યાદ કરીશું અને વારંવાર તમારા વિશે વિચાર્યા કરીએ છીએ.”પીકુ ૨૦૧૫માં આવેલી એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી, જેમાં અમિતાભ બચ્ચન અને દીપિકા પાદૂકોણ પિતા-પુત્રીના રોલમાં હતાં.
તેમજ ઇરફાન ખાન અને મોશમી ચેટર્જી પણ મહત્વના રોલમાં હતાં. શુજિત સરકારે ડિરેક્ટ કરેલી આ ફિલ્મની બિહાઇન્ડ ધ સીન તસવીરો પણ થોડાં વખત પહેલાં સોશિયલ મીડિયા પર શેર કરી હતી.SS1MS