KBC પછી જ અમિતાભ બચ્ચન એકદમ બદલાઈ ગયા
મુંબઈ, ટીવી શૉ ‘વાગલે કી દુનિયા’થી સ્ટાર બનેલા અંજન શ્રીવાસ્તવે ટીવી સિવાય ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું છે. તેઓ ૧૯૯૦ના દાયકામાં ઘણી ફિલ્મોમાં જાેવા મળ્યા હતા. અંજન શ્રીવાસ્તવને અમિતાભ બચ્ચન સાથે ગાઢ મિત્રતા હતી. બંનેએ સાથે કામ પણ કર્યું હતું. અંજન શ્રીવાસ્તવે મુશ્કેલ સમયમાં પણ અમિતાભ બચ્ચનનો સાથ છોડ્યો નહોતો. પરંતુ ‘કૌન બનેગા કરોડપતિ’ પછી તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. Amitabh Bachchan completely changed after KBC: Anjan Srivastava
અંજન શ્રીવાસ્તવે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં અમિતાભ બચ્ચનના મુશ્કેલ સમયગાળા વિશે વાત કરી હતી. અંજન શ્રીવાસ્તવે કહ્યું, ‘ત્યારે અમિતજીની હાલત ખૂબ જ ખરાબ હતી. મેં ત્યારે ફિલ્મીસ્તાનમાં ‘તૂફાન’ના સેટની મુલાકાત લીધી હતી. તે દિવસોમાં કોલકાતામાં અમિતજીનો ભારે વિરોધ થયો હતો. પોસ્ટર ફાડવામાં આવી રહ્યા હતા અને અહીં અમિતજી પણ ખૂબ દુઃખી હતા. મેં ત્યાં જઈને પૂછ્યું, ‘કેમ છો ભાઈ?’ અને તેમણે કહ્યું કે ઠીક છું અને બસ આટલું જ.
અંજન શ્રીવાસ્તવે જણાવ્યું કે અમિતાભ બચ્ચન ખોટા બેંક સ્ટેટમેન્ટના કારણે ખરાબ રીતે ફસાઈ ગયા હતા. તેમણે કહ્યું, ‘જ્યારે છમ્ઝ્રન્ અકાઉન્ટ હતું ત્યારે અમિતજી તેમાં ફસાઈ ગયા હતા. અમે બેંકમાંથી સ્ટેટમેન્ટ લેવા માટે તેમની ઓફિસમાં જતા હતા અને લોકો તેમની સાથે છેતરપિંડી કરતા હતા. મેં મેનેજરોને કહ્યું કે અમિતાભ બચ્ચન સામે કેસ ના કરો કારણ કે તેઓ નિર્દોષ છે.
View this post on Instagram
અંજન શ્રીવાસ્તવે જણાવ્યું કે અમિતાભ બચ્ચન ગરીબ થઈ ગયા હતા. તેમની કંપની ABCL ભારે ખોટમાં હતી. પરંતુ, ‘કૌન બનેગા કરોડપતિ’એ તેમના દિવસો સુધાર્યાં. પરંતુ અંજન શ્રીવાસ્તવને આશ્ચર્ય થયું કે ‘કૌન બનેગા કરોડપતિ’માં જાેડાયા બાદ અમિતાભ સંપૂર્ણપણે બદલાઈ ગયા. તેમણે તેમના તમામ જૂના મિત્રો સાથે સંબંધો તોડી નાખ્યા.
KBC પછી અમિતજી અને મારા સંબંધોમાં ખટાશ આવી ગઈ. પહેલા જયાજી મને ફોન કરતા અને તેમના પરિવાર સાથે હોળી ઉજવવાનું આમંત્રણ આપતા. પરંતુ ધીમે ધીમે આમંત્રણો અને સંપર્કો સંપૂર્ણપણે ખતમ થઈ ગયા. તેની મારી કારકિર્દી પર કોઈ અસર થઈ ન હતી, પરંતુ નુકસાન તો થયું જ. ક્યાંક ને ક્યાંક મારા કેટલાક થિયેટર મિત્રોનો પણ દોષ હતો જેમણે અમિતજીને મારી વિરુદ્ધ ભડકાવ્યા.SS1MS