દીકરાને મંચ પર જોતાં જ ભેટી પડ્યા અમિતાભ બચ્ચન

મુંબઈ, બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હાલ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ ૧૪ માં જાેવા મળે છે. તેઓ આ શો હોસ્ટ કરે છે. ૧૧ ઓક્ટોબરે અમિતાભ બચ્ચનનો ૮૦મો જન્મદિવસ છે. આ દિવસને શોના મેકર્સે ખાસ બનાવવાનો ર્નિણય કર્યો છે.
અમિતાભ બચ્ચનને સરપ્રાઈઝ આપવા માટે દીકરો અભિષેક બચ્ચન સેટ પર આવી પહોંચે છે. અભિષેકની સાથે મમ્મી જયા બચ્ચન પણ આવ્યાં હતાં.
હાલમાં જ ‘કૌન બનેગા કરોડપતિ ૧૪’ના મેકર્સ તરફથી પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં અમિતાભનો બર્થ ડે ઉજવવા માટે પત્ની અને દીકરો આવેલા જાેઈ શકાય છે. ચેનલે શેર કરેલા લેટેસ્ટ વિડીયોમાં જાેઈ શકો છો કે, દીકરાને અચાનક જ ‘કૌન બનેગા કરોડપતિ ૧૪’ના સેટ પર આવેલો જાેઈને અમિતાભ બચ્ચનને સુખદ આશ્ચર્ય થાય છે. તેઓ ખુશીથી અભિષેકને ભેટી પડે છે.
ત્યારે એમની આંખમાં આંસુ જાેવા મળી રહ્યા છે. આ વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે- કેબીસીના મંચ પર એવી ક્ષણ આવે કે સૌના આંસુ લૂછનારાના આંખમાં જ આંસુ આવી ગયા. જણાવી દઈએ કે, ‘કૌન બનેગા કરોડપતિ ૧૪’નો આ એપિસોડ અમિતાભ બચ્ચનના જન્મદિવસે એટલે કે ૧૧ ઓક્ટોબરે પ્રસારિત થશે.
અમિતાભ બચ્ચનને સરપ્રાઈઝ આપવા માત્ર દીકરો જ નહીં પત્ની જયા બચ્ચન પણ આવ્યાં હતાં. અભિષેક પિતાને કેબીસીના મંચ પર શું સરપ્રાઈઝ આપે છે તે જાેવાનું મજેદાર બની રહેશે. આ સિવાય ચેનલ દ્વારા એક ફેમિલી ફોટો શેર કરવામાં આવ્યો છે. જેમાં અમિતાભ-જયા અને અભિષેક એકદમ ખુશખુશાલ જાેવા મળી રહ્યા છે. અમિતાભ બચ્ચનના બર્થ ડેના એપિસોડનું શૂટિંગ અગાઉ જ થઈ ગયું છે.
થોડા દિવસ પહેલા જ અભિષેક બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ ૧૪’ના સેટ પર જાેવા મળ્યો હતો. એ વખતે સ્પષ્ટ નહોતું કે અભિષેક પિતાને મળવા આવ્યો છે કે શોના શૂટિંગ માટે. જાેકે, હવે પ્રોમો સામે આવતાં સ્પષ્ટ થઈ ગયું છે કે, અભિષેક શૂટિંગ માટે જ આવ્યો હતો.SS1MS