Western Times News

Gujarati News

અમિતાભ બચ્ચન પોતાના ફૅન્સ સાથે નવા મોબાઈલ પ્લેટફર્મથી જોડાવા તૈયાર

મુંબઈ, અમિતાભ બચ્ચન પોતાના ફૅન્સ સાથે સતત જોડાઈ રહેવા માટે એક નવું મોબાઈલ પ્લેટફર્મ તૈયાર કરાવી રહ્યા છે, જેના પર દેશ અને દુનિયાના લોકો કોઈ પણ સ્થળેથી તેમની સાથે જોડાઈ શકે. આ અંગે અમિતાભે પોતાના ડેઈલી બ્લોગમાં વાત કરી હતી અને આ અંગે માહિતી આપી હતી. તેમણે તેમના બ્લોગમાં લખ્યું હતું,“સન્ડે સ્પેશિયલ ચાલતા હતા અને હું સતત વ્યસ્ત રહેવાથી થાકી ગયો છું.

એક પ્લેટફર્મ તૈયાર કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે, એક મોબાઈલ પ્લેટફર્મ, તેથી દેશ અને દુનિયાના શુભેચ્છકો એ જોવાની એક તક મેળવી શકે…જેથી તેઓ વધુ નજીક આવી શકે અને શુભેચ્છકોની આસપાસ ફરી શકે.” અમિતાભ બચ્ચન મુંબઈના તેમના બંગલે દર રવિવારે પોતાના ફૅન્સને મળે છે.

તેમણે કહ્યું કે,“પ્રયત્ન કર્યાે, પણ કામ ન થયું…ઉત્પાદન વિભાગે વધુ પ્રયત્ન કરવા પડશે..” તેનો એવો અર્થ થઈ રહ્યો છે કે અમિતાભ બચ્ચન કોઈ એવી ટેન્કોલોજી પર કામ કરી રહ્યા છે, જેમાં દર રવિવારે જલસા પર સન્ડે સ્પેશિયલની મજા તેમના ફૅન્સ વર્ચ્યુઅલી ઘેર બેઠાં પણ લઈ શકે.

આ માટેના પ્રયત્નો હાલ ચાલે છે. બીગબી સોશિયલ મીડિયા પર પોતાન ફૅન્સ સાથે નિયમિત સંપર્કમાં રહે છે, તેઓ અંગત જીવનની અને કામની અપડેટ્‌સ આપ્યા કરે છે. તેમણે અગાઉ પોતાના બ્લોગમાં શેર કરેલું કે તેમને પ્રમોશનલ કામ કરવામાં શરમ આવે છે.

“પ્રમોશનલકામ એવું છે, જેનાથી મને શરમ અનુભવાય છે, પરંતુ સૌથી વિનમ્ર પ્રોડક્શન ટીમ… અને ખાસ કરીને ટીમ જે દિકરીઓ દ્વારા ચલાવાય છે…તેમાં અંગત પસંદ નાપસંદની દલીલથી પર છે..અને…” દર્શકો હવે અમિતાભ બચ્ચનની કલકીની રાહમાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.