Western Times News

Gujarati News

અમિતાભ બચ્ચન કલ્કિ ટુનું શૂટિંગ મે મહિનાથી શરૂ કરશે

મુંબઈ, પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પદુકોણની ફિલ્મ કલ્ડિ ૨૮૯૮સ એડીની સીકવલની ચર્ચા લાંબા સમયથી ્‌થઇ રહી છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, અમિતાભ બચ્ચન જલદી જ કલ્કિ ટુનું શૂટિંગ શરૂ કરવાનો છે. અભિનેતા મે મહિનાથી શૂટિંગ શરૂ કરશે અને ૧૫ જુન સુધી ચાલુ રહેશે.

એક રિપોર્ટના અનુસાર, અમિતાભ કલ્કિ ટુનું શૂટિંગ મે મહિનાથી શરૂ કરશે. અભિનેતા ફરી અશ્વત્થામાના રોલમાં પાછો ફરવાનો છે. આ ફિલ્મની વાર્તા આ વખતે વધુ રસપ્રદ છે અને જબરદસ્ત એકશન સીકવન્સો જોવા મળવાની છે.

ફિલ્મમાં દીપિકા પદુકોણ, કમલ હાસન અને પ્રભાસ પણ દમદાર રોલ ભજવતા જોવા મળશે. અમિતાભ કેબીસીની ૧૬મી સીઝન પુરી કર્યા પછી નાગ અશ્વિનના દિગ્દર્શનમાં બનનારી કલ્કિનું શૂટિંગ શરૂ કરશે. અમિતાભ મે મહિનામાં શૂટિંગ શરૂ કરશે અને તેનો સ્ક્રીન ટાઇમ પણ વધારી નાખવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.