ફિલ્મ ગુડબાય ફ્લોપ થતાં ડરી ગયા અમિતાભ બચ્ચન

મુંબઈ, બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં અમુક ઉંમર બાદ એક્ટર્સનું કરિયર ખતમ થઈ જાય છે. તેમને પ્રોજેક્ટ મળતા નથી અને જાે મળે તો રોલ એટલા રસપ્રદ હોતા નથી. જાે કે, અમિતાભ બચ્ચનની ગણતરી બોલિવુડના તેવા સેલિબ્રિટીમાંથી થાય છે, જેઓ ૮૦ વર્ષની વયે પણ વર્ષમાં પાંચ-છ ફિલ્મો કરે છે. આ વર્ષે પણ તેમની છ ફિલ્મો આવી અને સાતમી ફિલ્મ ઊંચાઈ ૧૧ નવેમ્બરમાં આવવાની છે.
જાે કે, આ ફિલ્મને લઈને તેઓ ડરેલા છે. કારણ કે, આ વર્ષે જેટલી પણ હિંદી ફિલ્મો આવી તે બધી જ બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે.
દર્શકો છેલ્લા કેટલાક સમયથી સાઉથની ફિલ્મો પર પ્રેમ વરસાવી રહ્યા છે એટલી જ ઉદાસિનતા બોલિવુડની ફિલ્મો તરફ દાખલી રહ્યા છે.
અમિતાભ બચ્ચનની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ગુડબાયનું પણ બોક્સઓફિસ પર સુરસુરિયું થયું હતું.
તેવામાં અમિતાભ બચ્ચનને ચિંતા સતાવી રહી છે કે, જાે ઊંચાઈ જાેવા માટે દર્શકો ન પહોંચ્યા તો? ફિલ્મ ન ચાલી તો? આ ડરની વચ્ચે તેમણે ‘ઊંચાઈ’ની રીલિઝ પહેલા દર્શકોને ફિલ્મ જાેવા જવાની વિનંતી કરી છે. અમિતાભ બચ્ચને આ વિનંતી તેમના દ્વારા હોસ્ટ કરવામાં આવતા શો કૌન બનેગા કરોડપતિ ૧૪ના સ્ટેજ પર કરી હતી.
ફિલ્મની કાસ્ટ- અનુપમ ખેર, બોમન ઈરાની અને નીના ગુપ્તા પ્રમોશન માટે ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે શોના દર્શકો અને દેશની જનતાને હાથ જાેડીને થિયેટરમાં ફિલ્મ જાેવા જવાની વિનંતી કરી હતી.
અમિતાભ બચ્ચને કહ્યું હતું ‘થિયેટર જઈને ટિકિટ ખરીદીને ફિલ્મ જાેવાની જે મજા છે, તે કંઈક અલગ જ છે. તેથી થિયેટરમાં અમારી ફિલ્મ જાેવાની વિનંતી છે. આજકાલ મોટી મુશ્કેલીઓ ચાલી રહી છે. કોઈ પણ ફિલ્મ જાેવા માટે થિયેટરમાં જઈ રહ્યું નથી. હું હાથ જાેડીને તમામને ટિકિટ ખરીદવાની વિનંતી કરું છું’.
નીના ગુપ્તાએ પણ દર્શકોને થિયેટરમાં જઈને ફિલ્મ જાેવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું- ટિકિટના ભાવ ૩૦૦-૪૦૦થી ઘટાડીને હવે ૧૫૦ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. નીના ગુપ્તાએ જ્યારે આ જ વાત અમિતાભ બચ્ચનને દર્શકોને જણાવવા કહ્યું ત્યારે બધા હસી પડ્યા હતા.
નીના ગુપ્તાએ શોમાં તેમ પર કહ્યું હતું કે, તાવ હોવા છતાં કેવી રીતે એક્ટરે ‘ઊંચાઈ’ના એક મહત્વપૂર્ણ સીનનું શૂટિંગ કર્યું હતું અને કોઈને તેની જાણ પણ નહોતી થવા દીધી.
ઊંચાઈમાં અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા, અનુપમ ખેર અને બોમન ઈરાની સિવાય ડેની ડેંઝોગ્પા પણ છે. ફિલ્મ ચાર મિત્રોની કહાણી છે. એક મિત્રનું સપનું માઉન્ટ એવરેસ્ટ ચડવાનું હોય છે. પરંતુ તેનું નિધન થઈ જાય છે. બાકીના ત્રણ મિત્રો તેની અંતિમ ઈચ્છા પૂરું કરવાનું નક્કી કરે છે.SS1MS