અમિતાભે રાજુ શ્રીવાસ્તવ માટે મોકલી હતી વોઈસ નોટ

મુંબઈ, વર્કઆઉટ કરતી વખતે કાર્ડિયેક અરેસ્ટ આવતાં આશરે ૪૨ દિવસ સુધી એઈમ્સ હોસ્પિટલમાં રહ્યા બાદ એક્ટર-કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે બુધવારે (૨૧ સપ્ટેમ્બર) અંતિમ શ્વાસ લીધા હતા અને ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ઈન્ડસ્ટ્રીના તમામ સેલિબ્રિટીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પરિવારને સાંત્વના આપી હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. દિવંગત કોમેડિયન બિગ બીના મોટા ફેન હતા અને તેમની મિમિક્રી કર્યા બાદ પોપ્યુલર થયા હતા.
તેમના લૂકે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ગુરુવારે, બિગ બીએ પોતાના બ્લોગમાં રાજુ શ્રીવાસ્તવને યાદ કર્યા હતા. તેમણે ખુલાસો કર્યો હતો કે, જ્યારે તેઓ હોસ્પિટલમાં હતા ત્યારે તેમણે તેમને વોઈસ નોટ મોકલી હતી. અમિતાભ બચ્ચને તેવો ખુલાસો પણ કર્યો હતો કે, રાજુએ થોડીવાર માટે આંખ ખોલી હતી પછી ફરી બેભાન અવસ્થામાં જતા રહ્યા હતા.
એક્ટરે બ્લોગમાં આગળ લખ્યું હતું ‘વધુ એક મિત્ર અને ક્રિએટિવ આર્ટિસ્ટ આપણને છોડીને જતા રહ્યા..અચાનક બીમારી અને સમય પહેલા જતા રહ્યા…તેમનો ક્રિએટિવ ટાઈમ પૂરો થાય તે પહેલા…દરરોજ સવારે તેમના નજીકના લોકો પાસેથી માહિતી મેળવવી…
તેમની સ્થિતિને જાગૃત કરવા માટે વોઈસ નોટ મોકલવાની સલાહ મળી…મેં તેમ કર્યું…તેમણે તે વગાડી અને થોડા સમય માટે આંખ ખોલી અને ફરીથી બંધ કરી દીધી.
રાજુ શ્રીવાસ્તવના કામને યાદ કરતાં બિગ બીએ લખ્યું હતું કે ‘તેમનું ટાઈમિંગ પ્રત્યેનું સેન્સ અને રમૂજ હંમેશા આપણી સાથે રહેશે. તે યુનિક, ઓપન ફ્રેન્ક અને રમૂજથી ભરેલું હતું…તેઓ હવે સ્વર્ગમાંથી સ્મિત કરી રહ્યા છે અને તેનું કારણ હશે ભગવાન સાથેનો આનંદ.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન હાલ ‘કૌન બનેગા કરોડપતિ ૧૪’ હોસ્ટ કરી રહ્યા છે. આ મહિને રિલીઝ થયેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં તેઓ આલિયા ભટ્ટ, રણબીર કપૂર, નારાર્જુન અને મૌની રોય સાથે દેખાયા હતા.
તેઓ ખૂબ જલ્દી એકતા કપૂરની ફિલ્મ ‘ગુડબાય’માં જાેવા મળવાના છે, જેમાં સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના અને નીના ગુપ્તા પણ છે. આ સિવાય તેમની પાસે સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘ઊંચાઈ’ પણ છે, પરિણીતી ચોપરા તેમા લીડ રોલમાં છે.SS1MS