મહાનાયક અમિતાભ બચ્ચની ડાબા પગની નસ કેવી રીતે કપાઈ ગઈ
અમિતાભ બચ્ચનના ડાબા પગની નસ કપાતા ટાકા લેવાયા -ડોક્ટરોએ તેમને પગ પર દબાણ ન આપવા, ચાલવા અથવા ટ્રેડમિલ સુધી પણ ન ચાલવાની સલાહ આપી
મુંબઈ, સુપરસ્ટાર અમિતાભ બચ્ચને રવિવારે જણાવ્યું કે તેમના ડાબા પગની નસ કપાઇ ગયા બાદ તેમણે તાજેતરમાં જ એક હોસ્પિતલમાં પહોંચાડવામાં આવ્યા હતા. આ વર્ષે ૮૦ વર્ષના થયેલા બચ્ચને પોતાના ઓફિશિયલ બ્લોગ પર આ જાણકારી આપી અને કહ્યું કે લોહીને કાબૂ કરવા માટે તેમના પગમાં ટાંકા લાગ્યા છે.
ઘટના વિઅશે અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું ‘જૂતામાં લાગેલા ધાતુના એક ટુકડાએ મારા ડાબા પગની નસ કાપી નાખી. જ્યારે કપાવવાથી લોહી વહેવા લાગ્યું તો સમય પર સ્ટાફ અને ડોક્ટરોની એક ટીમે મારી મદદ કરી. સમયસર ડોક્ટરોની મદદ મળવાથી મારી સારવાર થઇ ગઇ, જાેકે થોડા ટાંકા લગાવવામાં આવ્યા છે.
”કૌન બનેગા કરોડપતિ’ ના હોસ્ટે કહ્યું કે ડોક્ટરોએ તેમને પગ પર દબાણ ન આપવા, ચાલવા અથવા ટ્રેડમિલ સુધી પણ ન ચાલવાની સલાહ આપી હતી. તેમણે લખ્યું કે ‘ડોક્ટરોએ ઉભા ન થવા, હલન-ચલન, ટ્રેડમિલ પર ચાલવા, ઘા પર દબાણ ન આપવા માટે કહ્યું!! ક્યારેક ક્યારેક ચરમની સંતુષ્ટિ અસ્તિત્વ સંબંધી સુખ અથવા દુખ લાવી શકે છે…”