અમિતાભ-રશ્મિકા પિતા-પુત્રી તરીકે જાેવા મળશે

ગૂડબાયનું ટ્રેલર આવી ગયું
ગૂડબાય ફિલ્મથી રશ્મિકા મંદાના બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે, મહાનાયક અમિતાભ બચ્ચન સાથે જાેવા મળશે
મુંબઈ,એક્ટર અમિતાભ બચ્ચન, રશ્મિકા મંદાના અને નીના ગુપ્તાની ફિલ્મ ગૂડબાયનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ગૂડબાય ફિલ્મથી એક્ટ્રેસ રશ્મિકા મંદાના બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે કે જેમાં તે મહાનાયક અમિતાભ બચ્ચન સાથે જાેવા મળશે. ‘ગૂડબાય’ના લેખક અને ડિરેક્ટર વિકાસ બહલ છે જ્યારે પ્રોડ્યુસર એકતા કપૂર છે.
‘ગૂડબાય’નું મ્યુઝિક અમિત ત્રિવેદીએ આપ્યું છે, આ ફિલ્મ તારીખ ૭ ઓક્ટોબર, ૨૦૨૨ના દિવસે રિલીઝ થશે. ‘ગૂડબાય’ ફિલ્મમાં રશ્મિકા મંદાનાના પિતાના રોલમાં એક્ટર અમિતાભ બચ્ચન જ્યારે માતાના રોલમાં એક્ટ્રેસ નીના ગુપ્તા છે. ‘ગૂડબાય’ના ટ્રેલરમાં એક્ટર સુનીલ ગ્રોવર, એલી અવરામ, પવેલ ગુલાટી સહિતના સ્ટાર્સ જાેવા મળી રહ્યા છે.
એક્ટ્રેસ તમન્ના ભાટિયા સ્ટારર ફિલ્મ બબલી બાઉન્સરનું ટ્રેલર આવી ગયું છે. મધુર ભંડારકર ડિરેક્ટેડ આ ફિલ્મ તારીખ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના દિવસે Disney Hotstar પર રિલીઝ થશે. બબલી બાઉન્સર ફિલ્મ હિન્દી સહિત તેલુગુ અને તમિલ ભાષામાં પણ રિલીઝ થશે. બબલી બાઉન્સરના પ્રોડ્યુસર વિનીત જૈન અને અમૃતા પાંડે છે.
સ્ટાર સ્ટુડિયોઝ અને જંગલી પિચ્ચર્સ પ્રોડક્શન કંપનીની ફિલ્મ બબલી બાઉન્સરના લેખક અમિત જાેષી, આરાધના દેબનાથ અને મધુર ભંડારકર છે. રાઝી અને બધાઈ હો જેવી સુપરહિટ ફિલ્મ બનાવનાર પ્રોડક્શન હાઉસ જંગલી પિચ્ચર્સની આગામી ફિલ્મ બબલી બાઉન્સરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
મધુર ભંડારકરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ બબલી બાઉન્સરનું ટ્રેલર કોમેડીથી ભરપૂર છે. તેમજ સાથે-સાથે એક મેસેજ પણ છે. તમે સામાન્યરીતે ક્લબમાં બાઉન્સર તરીકે પુરુષોને જાેયા હશે પણ આ વખતે વાત કંઈક જુદી છે. ગામમાં રહેતી બબલી ધોરણ ૧૦ પાસ નથી અને તેની માતાના મુજબ તેમાં એકપણ છોકરીઓના લક્ષણ નથી.
પણ, બબલીને એ વાતનો ખ્યાલ છે કે તેને શું કરવાનું છે. કારણકે, તે જે ગામમાંથી આવે છે ત્યાં દરેક યુવાને ખ્યાલ છે કે બૉડી બનાવાથી જ નસીબ ખુલશે કારણકે આગળ જતાં બાઉન્સર બનવાનું છે.