દીકરા-વહુનાં તલાકની અફવાઓ વચ્ચે ‘લાચારી’ પર અમિતાભે શેર કરી પોસ્ટ
મુંબઈ, મિતાભ બચ્ચન છેલ્લાં ઘણાં દિવસોથી કલ્કીઃ ૨૮૯૮ એડીમાં એમની ભૂમિકાને લઇને સતત ચર્ચામાં હતા. જો કે હવે કૌન બનેગા કરોડપતિની આગલી સિઝન એટલે કે કેબીસી ૧૬ને લઇને લાઇમલાઇટમાં રહ્યાં છે. સમય મળવા પર સોશિયલ મિડીયામાં કોઇને કોઇ પોસ્ટ કરતાં રહે છે.
આ વચ્ચે બચ્ચન ફેમિલી એક કારણે સતત ચર્ચામાં છે જે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન. જ્યારથી બચ્ચન પરિવાર અનંત-રાધિકાનાં લગ્નમાં અલગ-અલગ ગયા હતા ત્યારથી આ વાત ચર્ચાનો મુદ્દો બની છે. અભિષેક એનાં માતા-પિતા અને બહેનની સાથે પહોંચ્યો હતો જ્યારે ઐશ્વર્યા દીકરી આરાધ્યાની સાથે પહોંચી હતી.
એક બાજુ જ્યાં અભિષેક અને ઐશ્વર્યાનાં સંબંધોમાં ખટપટ અને તલાકની અફવાઓએ જોર પક્ડ્યું છે ત્યારે બીજી બાજુ અમિતાભ બચ્ચનનો એક બ્લોગ પોસ્ટ ચર્ચામાં છે. અમિતાભ બચ્ચને લેટેસ્ટમાં એક બ્લોગ શેર કર્યો છે જેમાં એમને પોતાને અસહાય જણાવ્યાં છે.
આ પોસ્ટે ફેન્સની ચિંતામાં વધારો કર્યો છે. બિગ બીએ આ પોસ્ટ કેમ કરી અને આ કોની માટે લખ્યું છે તો જાણો આ વિશે વધુમાં. અમિતાભ બચ્ચને એમનાં નવા બ્લોગ પોસ્ટમાં લાચાર મહેસૂસ કરવા પર એક પોસ્ટ શેર કરી છે. અભિનેતા કોન બનેગા કરોડપતિનાં સેટનાં સંઘર્ષ વિશે વાત કરી છે.
એ પ્રતિયોગિયોનાં સંઘર્ષો વિશે વાત કરી જેમને તેઓ મળ્યાં હતા. બિગ બીનાં કેબીસી સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે અને જણાવ્યું કે તેઓ હોટ સીટ પર બેઠેલા પ્રતિયોગિયોની કેટલીક ઇમોશનલ કહાનીઓ જોઇ રહ્યાં છે. આ વાતનાં વખાણ કરી રહ્યાં છે કે અનેક સંઘર્ષો પછી હંમેષા હોટસીટ પર એક સ્માઇલ સાથે બેસે છે.
ચર્ચામાં છે અમિતાભ બચ્ચનો બ્લોગઃ બિગ બીએ એમનાં બ્લોગમાં લખ્યું છે કે, ‘ગેમમાં કેટલાંક નવા બદલાવ, પ્રભાવ અને સીખપપરંતુ આ બધાની ઉપર ભાવનાઓ ત્યારે હાવી થઇ જાય છે જ્યારે મારી સામેનાં પ્રતોયોગીનું પરિણામ એની કહાની સંભળાવે છેપઆ એક ભયાનક પરિસ્થિતિ પેદા કરે છે અને પછી અનેક વર્ષોની મહેનત પછી અચાનક પોતે હોટસીટ પર આવે છે તો એ ક્ષણની ભાવનાઓ પર અભિભૂત થઇ જાય છે.SS1MS