નિવૃતિની અફવાના મામલે અમિતાભનો રસપ્રદ ખુલાસો

મુંબઈ, ફેબ્રુઆરીનાં પ્રારંભમાં અમિતાભ બચ્ચને એક ગુપ્ત પોસ્ટ કરી હતી. ‘જવાનો સમય થઈ ગયો છે’ આ પોસ્ટે અનેક અફવાઓ પેદા કરી હતી કે અમિતાભ નિવૃતી લઈ રહ્યા છે.
હવે આ મામલે તેમણે ‘કૌન બનેગા કરોડપતિ’ના લેટેસ્ટ એપિસોડમાં ખુલાસો કર્યાે છે.કેબીસીનાં લેટેસ્ટ પ્રોમોમાં સ્પર્ધક બચ્ચનને તેની સાથે ડાન્સ કરવાનું કહે છે જેનો જવાબ આપતા અમિતાભ કહે છે કે કૌન નાચેગા? અરે, ભાઈ સાહબ, નાચને કે લીયે યર્હાં નહિં રખા હૈ હમકો.અન્ય એક ફેને વાયરલ પોસ્ટમાં તેનો અર્થ પૂછે છે જેના જવાબમાં બીગબી કહે છે – ‘ઉસ મેં એક લાઈન થા જાને કા સમય હૈ…તો ઉસમેં કુછ ગડબડી હૈ કયાં?’ઓડિયન્સમાં એક અન્ય ફેને બિગબીને પૂછયુ ‘કહા જાના હૈ?’ ત્યારે અમિતાભે કહ્યુ કે ‘જાને કા સમય આ ગયા હૈ મતલબ… અમિતાભ વાકય પુરૂ કરે તે પહેલા બધા એકીસાથે બોલ્યા- ‘કહી નહીં જાના હૈ’.
અમિતાભે જવાબ વાળ્યો અરે ભાઈ સાહબ, હમકો કામ પર જાનેકા સમય આ ગયા હૈ, તો ઘર પહુંચતે પહુંચતે એક-દો બજ જાતે હે વો લિખતે લિખતે હમકો નિંદ આ ગયી તો વહ વહી તક રહ ગયા…જાને કા વકત ઔર હમ સો ગયે!SS1MS