અમજદ ખાન પાસે દીકરાના જન્મ બાદ હોસ્પિટલનું બિલ ચુકવવાના પૈસા ન હતાં
મુંબઈ, ૧૯૭૫માં બોલિવૂડ ફિલ્મ શોલે રિલીઝ થઇ હતી. આ ફિલ્મનું નામ હિન્દી સિનેમાના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરોએ લખવામાં આવ્યું છે. ત્યાં સુધી કે, આ ફિલ્મના ડાયલોગ આજે પણ લોકોની જીભે ચડેલા છે.
આ ફિલ્મના દરેક પાત્રએ સ્ક્રીન પર પોતાની શાનદાર એક્ટિંગથી એવો જાદુ ચલાવ્યો કે ફિલ્મ રિલીઝના દશકો બાદ પણ દર્શકો તેને ભૂલી શક્યાં નથી. ‘શોલે’ ની વાત થતાં જ સૌથી પહેલા દર્શકોના મગજમાં આ ફિલ્મનો ડાયલોગ ‘કિતને આદમી થે?’ આવે છે.
‘શોલે’માં ‘ગબ્બર સિંહ’નું પાત્ર ભજવનાર અમજદ ખાન સ્ક્રીન સ્ક્રીન પર અમર થઇ ગયાં. આજે પણ બોલિવૂડના ખૂંખાર વિલનનો ઉલ્લેખ થતાં જ સૌથી પહેલાં તેનું નામ આવે છે. એક્ટિંગની દુનિયામાં અતુલનીય મુકામ હાંસેલ કરવા છતાં અમજદ ખાનને આર્થિક તંગીમાંથી પસાર થવું પડ્યું હતું.
અમજદ ખાનના દીકરા અને એક્ટર શાદાબ ખાને પોતાના એક જૂના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમની પાસે હોસ્પિટલનું બિલ ભરવા માટે પણ પૈસા ન હતાં. આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા અમજદ ખાને પોતાના દીકરાના જન્મ પછી ઘણા દિવસો સુધી તેનો ચહેરો પણ જોયો ન હતો.
ખરેખર, એક્ટરની પત્ની હોસ્પિટલમાં દાખલ હતી અને દીકરાને જન્મ આપ્યા પછી, તે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહી, પરંતુ એક્ટર તેને લેવા આવ્યો ન હતો.
એક્ટર પાસે બિલ ચૂકવવા અને તેની પત્નીને ઘરે લઇ જવા માટે પૈસા નહોતા અને આ જ કારણે શરમ આવવાથી તે તેની પત્ની સાથે આંખ મિલાવી શક્યા ન હતા અને તેથી તેમણે તેના પુત્રનો ચહેરો પણ ન જોવાનું નક્કી કર્યું હતું. એક્ટરની ખરાબ હાલતની જાણ થતાં જ તેની ફિલ્મ ‘હિન્દુસ્તાન કી કસમ’ના ડાયરેક્ટર ચેતન આનંદ તરત જ અમજદ ખાનની મદદ માટે પહોંચી ગયા.
ચેતન આનંદે અમજદ ખાનને તેની પત્નીને હોસ્પિટલમાંથી રજા અપાવવા માટે ૪૦૦ રૂપિયા આપ્યા, ત્યારબાદ તેમણે પોતાના દીકરાનો ચહેરો જોયો.
જો કે, રસપ્રદ વાત એ છે કે જે દિવસે એક્ટરની પત્ની અને તેનો દીકરો હોસ્પિટલમાંથી ઘરે ગયા તે દિવસે એક્ટરે ‘શોલે’ સાઈન કરી અને આ ફિલ્મથી તે રાતોરાત મોટા પડદા પર ફેમસ થઈ ગયાં. ‘શોલે’ સિવાય અમજદ ખાને ‘ગંગા કી સૌગંદ’, ‘નટવરલાલ’, ‘નસીબ’, ‘રામગઢ કે શોલે’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તે પછી બિમારીથી પીડિત એક્ટરને આ ફિલ્મમાં કામ ન મળ્યું. વધતા વજનના કારણે તેમને ઇન્ડસ્ટ્રીમાં કામ મળતું બંધ થઇ ગયું અને ગરીબી સામે ઝઝૂમતા આ દુનિયાને અલવિદા કહી દીધું.SS1MS