આમોદમાં શંકાસ્પદ લોખંડના વાલ્વ અને એક્ટિવા સાથે બે ઈસમો ઝડપાયા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ તાલુકાના રોજા ટંકારીયાથી આછોદ ગામ તરફ આવતા બે ઈસમોને સો કિલો વજનનો લોખંડનો વાલ્વ અને એક્ટિવા સાથે ઝડપી પાડ્યા હતા.પોલીસે આમોદ તાલુકાના આછોદ ગામના બે શંકાસ્પદ ઈસમોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આમોદ પોલીસ ઈન્સ્પેક્ટર આર આર બી કરમટીયાની ટીમને રોજા ટંકારીયાથી આછોદ જવાના રસ્તા ઉપર શંકાસ્પદ એક્ટિવા સાથે બે ઈસમો લોખંડના વાલ્વ લઈને આવી રહ્યા હોવાની માહિતી મળી હતી.જેથી પોલીસે ટંકારીયાથી આછોદ ગામ તરફ વોચ ગોઠવી હતી. આ સમયે માહિતી વાળા બે ઈસમો મોપેડ ગાડી લઈને આવતા તેમને રોકી તેમના નામ ઠામ પૂછતાં એક અશ્વિન અરવિંદભાઈ વસાવા અને બીજાએ મુબારક અબ્દુલકાદર યાકુબ વોહરા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેમની પાસે રહેલા લોખંડના વાલ્વ અંગે પૂછતાજ કરતા અને જરૂરી બીલ પુરાવા માગતા તેઓ બંને સંતોષ કારક જવાબ આપી શક્યા ન હતા.જેથી પોલીસે ૧૦૦ કિલો વજનનો લોખંડનો વાલ્વ મળી કુલ રૂ.૧,૦૩,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.