આમોદ નગર પાલિકાનાં પ્રમુખ અને ઉપપ્રમુખનાં વોર્ડમાં ગટરના પાણી ભરાતા લોકો રોષે ભરાયા
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નગર પાલિકાનાં પ્રમુખ અને ઉપપ્રમુખનાં વોર્ડ ૪ વિસ્તારની પશુ દવાખાના પાસે આવેલ નવી નગરીમાં ગંદી ગટરનાં પાણી ભરાતા લોકોમાં ભારે રોષ જોવાં મળ્યો હતો.
આમોદ નગર પાલિકા દ્વારા સમયસર પ્રિ-મોનસુનની કામગીરી હાથ ધરવામાં ન આવતા આજરોજ ખાબકેલા સાંબેલાધાર વરસાદનાં પગલે સમગ્ર પંથકમાં ઠેર – ઠેર પાણી ભરાઈ ગયા હતા.નગર પાલિકાનાં પ્રમુખ અને ઉપપ્રમુખનાં વોર્ડ ૪ વિસ્તારમાં આવતાં પશું દવાખાના પાસે આવેલ નવી નગરીમાં વાલ્મીકિ સમાજના લોકોનાં ઘરોમાં ગંદી ગટરના પાણી ઘુંટણસમા ભરાઈ ગયા હતા.
જેને લઈ વાલ્મીકિ સમાજના લોકોએ આમોદ નગર પાલિકાનાં પ્રમુખ તેમજ સત્તાધીશોને જાણ કરી હતી.પરંતુ પ્રમુખ સહિત સત્તાધીશો વિસ્તારની મુલાકાતે ન આવતાં સ્થનિકોએ જાતિવાદ રાખતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.જેનાં પગલે પંથક સનસનાટી મચી જવા પામી હતી.જ્યારે અન્ય વાર્ડ વિસ્તારનાં સદસ્ય અક્ષર પટેલે ફક્ત મુલાકાત લીધી હતી.તો સેનેટરી ઈન્સ્પેકટર ને.પણ આ બાબતે જન કરતા તેઓ દ્વારા પણ ઉદ્ધરતાભર્યો જવાબ આપ્યો હતો.
પાલિકા તંત્રને જાણ કરવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી હાથ ન ધવરવામાં વાલ્મિકી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.આજરોજ શ્રાવન માસનો પેહલો સોમવાર હોઈ અને ધાર્મીક પરંપરા યોજવાની હોઈ પરંતું પ્રમુખ સહિત તંત્રએ કોઈપણ પ્રકારની કામગીરી કરવાનો રસ દાખવ્યો ન હતો જેને લઈ લોકોએ ભારે મુશીબત વેઠવાનો વાળો આવ્યો હતો.
આમોદ નગર પાલિકાનાં સફાઈ કામદારો પોતાની માંગણીઓને લઈ છેલ્લા ધણા સમયથી હડતાળ પર ઉતરેલા છે.જેને લઈ પંથકમાં હાલ નર્કાગારની સ્થિતિ સર્જાઈ છે.નગર પાલિકા પ્રમુખ,ઉપ્રમુખ સહિત સત્તાધીશોના પાપે વાલ્મિકી સમાજના લોકોનાં ઘરોમાં ભરાયેલા પાણી હાથથી ઉલેચવા મજબુર બન્યા હતા. ભેદભાવની નીતિ રાખી જાડી ચામડી ધરાવતા તંત્રએ હજૂ સુધી કોઈ પ્રકારની કામગીરી હાથધરી નથી તેવા ગંભીર આક્ષેપો પણ મિડિયા સમક્ષ કરતા ચકચાર મચી જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લામાં બિસ્માર માર્ગો સહિત પાલિકા વિસ્તારમાં ગંદકી,બિસ્માર માર્ગો સહિતની વિવિધ સમસ્યાઓને લઈને પ્રજાને મુશીબતનો સામનો કરવો પડી રહ્યો છે.તેમ છતાં શાસક પક્ષ તેમજ વિપક્ષ પ્રજાને સુખાકારી આપવામાં નિષ્ફળ નીવડ્યા છે.વિપક્ષ દ્વારા નક્કર વિરોધ નહિ કરવામાં આવતા ભરૂચ જીલ્લાની પ્રજા વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહી છે.