Western Times News

Gujarati News

70 ટકા કામો થયાં નથી છતાં બિલો કેમ ચૂકવી દેવામાં આવ્યાં છે? આમોદ પાલિકાની સભામાં ઉઠ્યા પ્રશ્નો

Oplus_131072

આમોદ પાલિકાની સભામાં વિપક્ષના સમર્થનથી પાલિકા પ્રમુખ APMCના ડિરેકટર બન્યાં

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ નગરપાલિકાની ૧૫ માર્ચના રોજ કોરમ ના અભાવે મુલતવી રહેલી સામાન્ય સભા ૨૫ મી માર્ચના રોજ બજેટ અંગે ખાસ સામાન્ય સભા તેમજ સામાન્ય સભા મળી હતી. જેમાં ભાજપાનાં ૧૪ અને અપક્ષનાં ૬ સદસ્યો હાજર રહયાં હતાં.

સામાન્ય સભામા વર્ષ ૨૦૨૫-૨૬ નું ૨૮.૪૩ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યુ હતું.ત્યાર બાદ યોજાયેલી સામાન્ય સભામા શાસક અને વિપક્ષની ગરમાગરમી વચ્ચે અઢી કલાક સુઘી ચાલી હતી.રસ્તા રીપેરીંગની ગ્રાન્ટ બાબતે શાસકો અને અપક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિપક્ષે આક્ષેપ લગાવ્યા હતાં કે રસ્તા રીપેરીંગમાં નક્કી કરેલાં કામો કરવામાં આવ્યા નથી. તેમજ ૨૦૨૪-૨૫ ના કામો પૂર્ણ થયાં નથી.

૭૦ ટકા કામો થયાં નથી છતાં બિલો કેમ ચૂકવી દેવામાં આવ્યાં છે. ૪૦ લાખના મંજૂર થયેલાં કામો બાકી છે અન્ય કામો કરવામાં આવતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ વોર્ડ નંબર ૬ ના સદસ્ય કમલેશ સોલંકીએ પણ સભામા ઉગ્ર રૂપ ધારણ કરી તેમનાં વિસ્તારમાં દર ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થવાથી લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે છે.છતાં શાસક પક્ષ તરફથી કોઈ ગટરનું પ્રાથમિક આયોજન ના હોવાથી વિરોધ દર્શાવ્યો હતો.

અને વોર્ડ નંબર ૬ માં પ્રાથમિક ધોરણે ગટરનું કામ લેવાં જણાવ્યુ હતુ. અને શાસકો સેવા વસ્તીમાં કામ ના કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.આમોદ પાલિકાના વાર્ડ નંબર ત્રણના સદસ્ય રશ્મિકા પરમાર પોતે આરોગ્ય સમિતીના ચેરમેન હોવા છતાં તેમની જાણ બહાર પાલિકાના અઘિકારીઓ સેનેટરીને લગતો સામાન મંગાવતા ઉગ્ર બની રજુઆત કરી હતી.જેથી સામાન્ય સભામા ચેરમેનને સેન્સમાં લઇ કામગીરી કરવાનો ઠરાવ કરાયો હતો.

આ ઉપરાંત રશ્મિકા પરમારની આંબેડકર હોલ બનાવવાની અરજીને પ્રમુખે વંચાણે લઈ વણકરવાસમાં ગાઇડલાઈન મુજબ આંબેડકર હોલ લેવા સર્વાનુમતે ઠરાવ કરાયો હતો. આમોદ છઁસ્ઝ્ર માં નગરપાલિકાના સભ્યનું ડિરેકટરની નિમણૂંક બાબતે નામ મોકલવાનું થતાં સભ્યોમાં મતમતાંતર થતાં ભાજપના ચાર સભ્ય જલ્પા પટેલ,ગીતા પટેલ,અક્ષર પટેલ,વિનોદ પટેલ અને અપક્ષના પાંચ સભ્ય મહેન્દ્ર દેસાઈ,

શકીલ કાપડિયા, ઉમેશ પંડ્‌યા, ઇરફાન રાણા,રોહિત માછી સહિત નવ મત મળ્યા હતાં.જ્યારે ભાજપના નવ સભ્યો રશ્મિકા પરમાર,ઉષા પટેલ, ધારા પટેલ, શાંતા રાઠોડ, જશુ રાઠોડ, બીજલ ભરવાડ, કમલેશ સોલંકી, ઈનાયત રાણા, મહેશ પટેલ સહિત નવ લોકોએ વિરોધમાં મતદાન કર્યું હતું.

પાલિકાની સભામા ૨૪ માંથી કુલ ૨૦ સભ્યો હાજર રહ્યા હતા.પરંતુ ભાજપાનાં બાનુબેન ચૌહાણ અને અપક્ષના કૈલાસ વસાવા ચાલુ સભામાંથી નીકળી ગયાં હતાં.જેથી ૧૮ સભ્યોમાં નવ નવ મતની ટાઈ પડતાં અધ્યક્ષના કાસ્ટીંગ વોટના અધિકારથી જલ્પા પટેલ છઁસ્ઝ્ર ના ડિરેકટર તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં.

ભાજપના આગેવાનો-ધારાસભ્યની બેઠક બાદ પણ સભ્યોએ પ્રમુખની વિરોધમાં મતદાન કરતાં ચકચાર
અગાઉ ૧૫ મી માર્ચે કોરમના અભાવે મુલતવી રહેલી સામાન્ય સભાને કારણે ભાજપના સભ્યોને ભરૂચ કાર્યલય ખાતે હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યુ હતું.જ્યાં ભરૂચ જીલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સહિત પ્રભારી અશોક પટેલે ભાજપના સભ્યોને શિસ્તાના પાઠ ભણાવ્યા હતાં.

તેમજ ધારાસભ્ય ડી.કે.સ્વામી અને આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદીએ ત્રણ કલાકની ભાજપનાં સભ્યોની સંકલન બેઠક કરી હોવા છતાં ભાજપના સભ્યોએ પ્રમુખની વિરોધમાં મતદાન કરતાં રાજકીય ચર્ચાઓ તેજ બની હતી.

ત્યારે આમોદ વાર્ડ નંબર ૬ ના સદસ્ય કમલેશ સોલંકીએ જણાવ્યુ હતુ કે પ્રમુખે અમો ભાજપના સદસ્યોને સેન્સમાં લીધા વગર અને કોઈપણ મિટિંગના એજન્ડાની ચર્ચા કર્યા વગર છઁસ્ઝ્ર ના ડિરેકટરનો ઠરાવ કરતાં વિરોધ નોંધાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.