Western Times News

Gujarati News

રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી બે જળાશયો હાઇ એલર્ટ પર અને એક જળાશય વોર્નિંગ પર 

SEOC, ગાંધીનગર ખાતે વેધર વોચ ગુ્પની સમીક્ષા બેઠક યોજાઇ-ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ

Ø  રાજ્યમાં એન.ડી.આર.એફની સાત ટીમો ડીપ્લોય કરાઇ 

  ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે યોજાયેલ વેધરવોચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનરશ્રીએે જણાવ્યું હતું.

IMD/ISROના અધિકારીશ્રી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી તથા આગામી સપ્તાહમાં રાજયમાં મધ્ય ગુજરાતદક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

   એન.ડી.આર.એફ.ના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કેચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ ૭ ટીમ કચ્છરાજકોટદેવભૂમિ દ્વારકાગીર સોમનાથભાવનગરનર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા ૮  ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

    એસ.ડી.આર.એફ.ના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કેવરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ એસ.ડી.આર.એફ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

     સિંચાઇ વિભાગના અધિકારીશ્રીએ રિઝિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૦૨ જળાશયો વાંસલ (સુરેન્દ્રનગર) અને ધોળીધજા ડેમ (સુરેન્દ્રનગર) હાઇએલર્ટ પર અને ૦૧ જળાશય મચ્છુ-૩ (મોરબી) વોર્નિંગ પર હોવાનું તેમણે જણાવ્યું હતુ. ઉપરાંત SSNNL વિભાગના અધિકારીશ્રી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

વધુમાંઆ બેઠકમાં વરસાદ અને પાકના વાવેતરની સ્થિતિ અંગે પણ ખાસ ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં CWC- Mahi & Tapi Division, ફોરેસ્ટઆરોગ્યઇન્ડિયન નેવીકોસ્ટ ગાર્ડજી.એમ.બી.ઊર્જામાર્ગ અને  મકાન, GSRTC, યુ.ડી.ડીપંચાયતપશુપાલનશિક્ષણ, ICDS વિભાગના તથા ઈન્ડિયન આર્મીના નોડલ અઘિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.