Western Times News

Gujarati News

પાંચ ગ્રામ પંચાયતના સદસ્યો જેમાં ૧૦૦થી વધારે આગેવાનોઓ AAP સાથે જાેડાયા

અમરાપુરમાં ભાજપના ગઢમાં ગાબડું પડ્યું-માળિયાના અમરાપુર ગ્રામ પંચાયતના પાંચ સદસ્યો ભાજપનો છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જાેડાયા-

ભાજપનું ગઢ ગણાતું અમરાપુર ગીર ગામમાં અલગ અલગ સમાજના પાંચ ગ્રામ પંચાયતના સદસ્યો જેમાં ૧૦૦થી વધારે આગેવાનોઓ આમ આદમી પાર્ટી સાથે જાેડાયા

જુનાગઢ,  માંગરોળ માળીયાહાટીના વિધાનસભા વિસ્તારમાં છેલ્લી ઘડીએ નવા જૂની થવામાં ઉમેદવારો જીતવા માટે એડી ચોટીનું જાેર લગાવી રહ્યા છે. ત્યારે પ્રચાર અને પ્રસારની પણ ગણતરીની કલાકો ગણાય રહી છે

ત્યારે માંગરોળ માળીયાહાટીના વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પિયુષ પરમારના સમર્થનમાં માળિયાના અમરાપુરમાં ભાજપના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. જ્યા ગામ પંચાયતના પાંચ સદસ્યો ભાજપનો છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જાેડાયા હતા.

માંગરોળ વિધાનસભાના ઉમેદવાર પિયુષ પરમારને ટિકિટ મળતા રાજકારણમાં ઘણી નાવા જૂની થતી આવી છે. ત્યારે લોકોના સંપર્કમાં રહી પિયુષ પરમારે પ્રચાર પ્રસાર ખૂબ જાેર શરૂ કરી દીધી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા મંત્રીઓ સાંસદોને પણ મતદારોને રીઝવવા માટે માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં ઉતારી દેવામાં આવ્યા છે.

ભાજપનું ગઢ ગણાતું અમરાપુર ગીર ગામમાં અલગ અલગ સમાજના પાંચ ગ્રામ પંચાયતના સદસ્યો જેમાં ૧૦૦થીવધારે આગેવાનોઓ આમ આદમી પાર્ટી સાથે જાેડાયા છે.

હવે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દિવસેને દિવસે લોકોની વચ્ચે જઈ અને બહોળો જન પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આ વિધાનસભાની ચૂંટણી બહુ રસપ્રદ બની ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.