Western Times News

Gujarati News

અમરેલીમાં આધાર કાર્ડની કામગીરી માટે લોકોને ધકકા ખાવા પડે છે

માત્ર એક જ આધાર કેન્દ્ર હોવાથી કલાકો સુધી લોકોને લાઈનમાં ઉભા રહેવું પડે છેઃ વધુ એક કેન્દ્ર ખોલવા માંગ

અમરેલી, અમરેલી કલેકટર કચેરી ખાતે આવેલો આધાર કેન્દ્રમાં દૂર દૂરથી આવતા અરજદારો માટે આધાર વિહોણું કેન્દ્ર બની ગયું હોય તેમ લોકોને ધરમના ધકકા ખાવાના વખત આવ્યા છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહયા બાદ તમારો વારો આજે નહી આવે તેવું સંભળાવી દેવામાં આવે છે. ત્યારે વધુ એક આધાર કેન્દ્ર સુવિધા ઉભી કરવા માગણી ઉઠી હતી.

અમરેલીમાં તંત્રના અણધડ વહીવટના ભોગ આમ જનતા બની રહી છે. આધારકાર્ડ અપડેટ અને લિન્કિગ અર્થે સરકાર દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરી દેવામાં આવે છે. પરંતુ લાખો લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી આધાર કેન્દ્ર ઉપર અપડેટ અને લીન્કીગ અર્થે જાય ત્યારે એક માત્ર કેન્દ્ર ઉપર ટોકન આપવામાં આવે છે. જયારે કલાકોથી લાઈનમાં ઉભા રહેલા બાકીના લોકોને વિલાં મોઢે પરત જવાનો વખત આવે છે.

સરકાર દ્વારા કોઈપણ સુવિધાની જાહેરાત કરવામાં આવે તે પહેલા આમ જનતાને આવી સુવિધા સહેલાઈથી પ્રાપ્ત થાય તે અંગેનું આગવું આયોજન જરૂરી છે.
જેથી કરીને અરજદારોને ધરમના ધકકા ખાવાનો વખત ન આવે અને અમરેલી કલેકટર કચેરીમાં એક માત્ર આધાર કેન્દ્ર છે. તેના બદલે વધુ એક આધાર કેન્દ્ર શરૂ કરવાની તાતી જરૂરીયાત ઉભી થઈ છે.

જેથી કરીને દૂર દૂર ગામડેથી આવતા ગરીબ લોકોને ધરમના ધકકા ખાવાના વખત ન આવે. અહી અરજદારો માટે નથી પાણીની સુવિધા કે નથી બેસવાની સુવિધા સીનીયર સીટીઝનોને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.