અમરેલીમાં બેફામ પાણી ચોરી પ૦ ટકા લોકો જ વેરો ભરે છે!
ભૂતિયાળ નળધારકો સામે કાર્યવાહી કરવા પાણીના ‘સ્માર્ટ મીટર’ મુકવા જરૂરી
અમરેલી, અમરેલી શહેરની દોઢ લાખની જનતાને પીવાનું પાણી રેગ્યુલર જાેઈએ છે પરંતુ ૪૦ ટકા જેટલા લોકો પાણી વેરો ભર્યા વગર જ પાણીનો ઉપયોગ કરતા હોવાના કારણેે. આવા લે-ભાગુ તત્ત્વો પાસેથી રેગ્યુલર પાણી વેરો વસુલવા પાણીના સ્માર્ટ મીટર મુકવા જરૂરી બન્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી નગર પાલિકા હદમાં ર૯ હજાર જેટલી રહેણાંક મિલકતો આવેલી છે. તેમાંથી નગરપાલિકા દફતરે ર૧ હજાર જેટલા નળ જાેડાણ નોંધાયેલા છે. ર૯ હજાર જેટલી રહેણાંક મિલકતો સામે ર૧ હજાર જ નળ કનેકશન હોવાનું તાત્પર્ય ભૂતિયા નળ કનેકશન હોઈ શકે!! એકવીસ હજાર નળ જાેડાણ ધારકોમાંથી પચાસ ટકા જ રેગ્ય્લર પાણી વેરો ભરે છે.
જ્યારે બાકીના લોકો પોતાની સુવિધા અર્થે પાલિકા દ્વારા એક દિવસ મોડુ પાણી વિતરણ કરવામાં આવે તો ફરીયાદોનો ધોધ વહેવડાવે છે. પરંતુ પાલિકાના પાણી વાપર્યા બાદ પાણી વેરો ભરવાની દરકાર કરતા જ નથી.
પાણી કર ની ચોરી કરતા આવા લે ભાગુ તત્ત્વો સામે પગલાં ભરવા માટે એક માત્ર ડીજીટલ પાણી મીટર હોવાનું શહેરના બુધ્ધીજીવી વર્ગમાં ચર્ચાઈ રહ્યુ છેે., આમ, તો ચોરી કરવાવાળા તો મીટર મુકો કે ગમે તે મુકો ચોરી કરવાના જ છે. એનો પણ રસ્તો શોધી લેશે. કારણ કે સમાજના શ્રેષ્ઠીઓ પાલિકાના હિતમાં રેગ્યુલર કરવેરા ભરતા હોવાથી વેરો ન ભરનારા તત્ત્વો સામે ભારોભાર અન્યાયની લાગણી સાથેે વિરોધ છવાયેલો છે.
આવા લોકો ભારે આક્રોશ સાથે એવું પણ જણાવી રહ્યા છે કે પાલિકા તંત્ર આવા તત્ત્વો સામે પગલાં ભરવા કોની લાજ કાઢી રહેલ છે?? મફતમાં પાણી પીનારાના નળ જાેડાણ કયા કારણોસર કાપી નાંખવામાં આવતા નથી?? એક તરફ પાલિકા આવક વધારવા કમર કસી રહી છે
ત્યારે પાલિકાનો વેરો નહીં ભરનારા સામે કડક હાથે કાર્યવાહી શા માટે કરવામાં આવતી નથી.? પાલિકા દ્વારા તમામ મિલકતધારકો પાસેથી વેરો વસુલાત અંગે કાર્યવાહી કરવી જરૂરી બનેલ છે. સાથોસાથ પાણી ચોરી અટકાવવા માટે સ્માર્ટ મીટર મુકવા પણ જરૂરી બનેલ છે.