અમરેલીના ૩૧૦ તલાટી-મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

રાજ્યના તલાટી મંત્રીઓના પડતર પશ્ન અંગે અગાઉ કરવામાં આવેલ રજૂઆત ધ્યાને ન લેવામાં આવતા તા. ર-ઓગષ્ટથી રાજ્યભરના તલાટી મંત્રીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ નિર્ણય અંતર્ગત અમરેલી જિલ્લાના તલાટી મંત્રીઓ પણ આ હડતાલમાં જોડાશે.
જિલ્લાના ૩૧૦ તલાટી મંત્રીઓની અચોક્કસ મુદ્દતની હડતાલથી પ૧૯ ગ્રામ પંચાયતોનું કામ ખોરવાશે. જિલ્લા તલાટી મંત્રી મંડળના પ્રમુખ જયેશભાઈ કટાસિયાએ જણાવ્યું કે, હર ઘર તિરંગા કાર્યક્રમમાં જાડાઇ તિરંગાનું સન્માન કરીશું.