અમરેલીમાં સિંહની પજવણી કરનાર વનવિભાગનો કર્મચારી હોવાની માહિતી
અમરેલી, ફરી એક વખત સિંહની પજવણીનો વીડિયો સામે આવ્યો છે. અમરેલીમાં સિંહની પજવણીનો વીડિયો વાયરલ થયો છે. મારણ ખાતા સિંહણ અને બાળસિંહને બાઇકચાલકે ભગાડ્યા હતા. બાઇકચાલક વનવિભાગનો કર્મચારી હોવાની માહિતી સામે આવી રહી છે, જ્યારે ખુલ્લેઆમ સિંહોની પજવણીના દ્રશ્યો સામે આવ્યા છે. આ અગાઉ પણ વનવિભાગના કર્મીઓ દ્વારા ગેરકાયદે સિંહ દર્શનનો વીડિયો વાયરલ થયો હતો. Amreli ViralVideo of a man harrasing Lion
અમરેલી-રાજુલાના રામપરા ભેરાઇ વિસ્તારમાં સિંહની પજવણીનો વીડીયો વાયરલ થયો છે. મારણ ખાતા સિંહણ અને બે સિંહબાળને બાઈકચાલકે ભગાવ્યા હોવાનું વીડિયોમાં જાેઇ શકાય છે. બીજી બાજુ, સિંહ અને સિંહબાળને ભગાડનાર બાઇકચાલક વનવિભાગનો કર્મચારી હોવાની માહિતી સામે આવી રહી છે. ખુલ્લેઆમ સિંહોની પજવણીના દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઇને ફરી ચર્ચા જાગી છે. તાજેતરમાં જ અમરેલીમાં લાયન શોનો વીડિયો વાયરલ થયો હતો.
વનવિભાગના ટ્રેકર અને ગાર્ડે ગાંધીનગરથી આવેલા મહેમાનો માટે લાયન શો કર્યો હતો. ગાંધીનગર પાસિંગની કાર અને બે બાઈક પણ વાયરલ વીડિયોમાં કેદ થયા હતા. ગીરનું ઘરેણું ગમાતા સિંહોના ખુલ્લેઆમ લાઈવ શો થઈ રહ્યા છે. સિંહોના વિસ્તારમાં વનવિભાગ દ્વારા જ સિંહોના લાઈવ શો થવાની ચર્ચાઓ ઉઠી છે.
સિંહ પજવણી સામે અન્ય લોકો પર દંડ ઉગામતુ વનવિભાગ કર્મીઓ સામે પગલા ભરે તેવી સિંહપ્રેમીઓની માગ હતી. આ વીડિયો સામે આવતા શેત્રુંજી ડીવીઝનના DCFએ ACFને તપાસ સોપી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી.SS1MS