અમૃતા રાવ પણ ‘જોલી LLB ૩’માં જોડાઈ
મુંબઈ, ‘જોલી એલએલબી ૩’માં પહેલી બંને ફિલ્મની કાસ્ટ એક સાથે જોવા મળશે. સુભાષ કપુર દિગ્દર્શિત ‘જોલી એલએલબી ૩’માં આગળની બંને ફિલ્મમાં જસ્ટીસ ત્રિપાઠીનો રોલ કરી ચૂકેલા સૌરભ શુક્લા પણ ફરી જોવા મળશે.
આ ફિલ્મ સાથે સંકલાયેલાં એક સોર્સના જણાવ્યા અનુસાર હવે અમૃતા પણ આ ફિલ્મમાં જોડાઈ રહી છે અને રાજસ્થાનમાં તેનું શૂટિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે.
“રાજસ્થાનના એક બહુ અંતરિયાળ ગામમાં ફિલ્મનું શૂટિંગ થયું હતું. આ જગ્યા એટલી દૂર અને એવી જગ્યાએ હતી કે ત્યાં વાહન લઇને જવું પણ શક્ય નહોતું અને લોકોએ સેટ સુધી પહોંચવા માટે ચાલીને જવું પડતું હતું.” હાલ આ ફિલ્મનું શૂટ મુંબઈમાં ચાલે છે.
સૂત્રના જણાવ્યા અનુસાર “ફિલ્મનું આગળનું શૂટ દિલ્હીમાં થશે, જૂનના અંતમાં ફિલ્મની આખી ટીમ દિલ્હી જવા રવાના થશે.” આ વખતની ફિલ્મમાં અક્ષય કુમાર અને અરશદ વારસી બંને જોલ્લી કોર્ટમાં એકબીજા સાથે ટકરાશે.SS1MS