Western Times News

Gujarati News

અમૃતાંજને અમદાવાદના બોડકદેવમાં ત્રીજો ‘વર્લ્ડ ઓફ અમૃતાંજન’ સ્ટોર લોંચ કર્યો

માથા અને શરીરના દુખાવા માટે પેઇન બામ, સ્પ્રે, રોલ-ઓન અને પેચિસ સહિતની પેઇન મેનેજમેન્ટ શ્રેણી સામેલ

અમૃતાંજન હેલ્થકેરે તેની ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) રણનીતિને મજબૂત કરી

અમદાવાદ, હેલ્થકેર અને વેલનેસમાં પ્રતિષ્ઠિત નામ અમૃતાંજન હેલ્થકેરે ગુજરાતના અમદાવાદમાં તેના પ્રથમ ફિઝિકલ સ્ટોર ‘વર્લ્ડ ઓફ અમૃતાંજન’ ખોલવાની કરવાની જાહેરાત કરી છે. આ નવો સ્ટોર કંપનીની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે કારણકે તે ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) રણનીતિને આગળ ધપાવતાં એક અનુકૂળ અને એકીકૃત ખરીદીનો અનુભવ પૂરો પાડે છે, જે ડિજિટલ અને ફિઝિકલ રિટેઇલ વચ્ચેનું અંતર દૂર કરે છે. Amrutanjan Healthcare strengthens its Direct-to-Consumer Strategy

અમદાવાદમાં સ્ટોર બ્રાન્ડની સફળ ઇકોમર્સ વેબસાઇટ ‘વર્લ્ડ ઓફ અમૃતાંજન’ અને ચેન્નઇમાં ફ્લેગશીપ સ્ટોરના વિસ્તરણ તરીકે સેવા આપશે, જે ગ્રાહકોને હેલ્થકેર અને વેલનેસના વિવિધ સેગમેન્ટની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કાળજીપૂર્વક તૈયાર કરાયેલી અમૃતાંજન પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી સરળતાથી પ્રદાન કરશે.

અમદાવાદના પ્રીમિયમ વિસ્તાર બોડકદેવ સ્થિત નવા સ્ટોરમાં ગ્રાહકો હવે અમૃતાંજન હેલ્થકેરના વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયોની સીધી એક્સેસ મેળવી શકશે. પ્રોડક્ટમાં માથા અને શરીરના દુખાવા માટે પેઇન બામ, સ્પ્રે, રોલ-ઓન અને પેચિસ સહિતની પેઇન મેનેજમેન્ટ શ્રેણી સામેલ છે. આ ઉપરાંત સ્ટોર કન્જેશન મેનેજમેન્ટ પ્રોડક્ટ્સ જેમકે કોલ્ડ રબ, નેઝલ ઇન્હેલર અને કફ સ્પ્રે તેમજ મહિલાઓ માટે કોમ્ફી સેનેટરી નેપ્કિન અને ચેમ્પોન સહિતની હાઇજિન પ્રોડક્ટ્સ પણ ઓફર કરશે. વધુમાં સ્ટોરમાં વિવિધ ફ્લેવર્સની ફ્રુટનિક અને ફ્રુટનિક ઇલેક્ટ્રો પ્લસ જેવી બેવરેજ પ્રોડક્ટ્સ પણ ઉપલબ્ધ કરાશે.

 

અમૃતાંજનનો ઓમ્ની-ચેનલ અભિગમ અમદાવાદમાં ગ્રાહકોને તેમની અનુકૂળતા મૂજબ પસંદગીની પ્રોડક્ટ્સ ઇ-કોમર્સ વેબસાઇટ ‘વર્લ્ડ ઓફ અમૃતાંજન’ દ્વારા ઓનલાઇન અથવા નવા સ્ટોરમાં ઇન-પર્સન ખરીદવા સક્ષમ કરશે. કંપની નજીકના ભવિષ્યમાં નવા સ્ટોર્સ લોંચ દ્વારા વિસ્તરણની યોજના ધરાવે છે, જે તેના મૂલ્યવાન ગ્રાહકો માટે ખરીદીનો અનુભવ વધારવા માટે સજ્જ છે.

અમૃતાંજન હેલ્થકેર લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર એસ સંભુ પ્રસાદે (Mr. S Sambhu Prasad, Chairman & Managing Director of Amrutanjan Health Care) આ મહત્વપૂર્ણ કદમ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “અમે ગુજરાતના વાઇબ્રન્ટ શહેર અમદાવાદમાં વર્લ્ડ ઓફ અમૃતાંજન એક્સપિરિયન્સનું વિસ્તરણ કરતાં ઉત્સાહિત છીએ. અમારો નવો ફિઝિકલ સ્ટોર માત્ર બ્રિક-એન્ડ-મોર્ટર ઉપસ્થિતિ નથી, પરંતુ તે હેલ્થકેરમાં અમારા વારસા તથા વેલનેસ રિટેઇલમાં ભવિષ્ય વચ્ચેનો સેતુ છે.

અમારા વિશિષ્ટ ઓમ્ની-ચેનલ અભિગમ સાથે અમે અમારા ગ્રાહકોને અનુકૂળતા અને સુલભતા સાથે સશક્ત કરવા તેમજ તેમની હેલ્થકેર અને વેલનેસની જરૂરિયાતોને પૂર્ણ કરતી ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. આ અમારા ગ્રાહકોને સેવા પ્રદાન કરવાનો પુરાવો છે તથા ગ્રાહકોના ખરીદીના અનુભવમાં વધારો કરવા અમારી ઉપસ્થિતિને વિસ્તારવા માટે સજ્જ છીએ.”

આ લોંચ વિશે વાત કરતાં અમૃતાંજન હેલ્થકેર લિમિટેડના ચીફ સેલ્સ ઓફિસર નારાયણ રામનાથને  (Mr. Narayanan Ramanathan, Chief Sales Officer ) કહ્યું હતું કે, “અમદાવાદ અમારી વિસ્તરણની રણનિતમાં વિશેષ સ્થાન ધરાવે છે તથા અમૃતાંજન માટે અમે મહત્વપૂર્ણ માર્કેટ તરીકે અમદાવાદની ઓળખ કરીએ છીએ. અમદાવાદ સ્ટોરનો પ્રારંભ માર્કેટમાં સતત આગળ વધવાનો અમારો આત્મવિશ્વાસ સૂચવે છે. અમે ટિયર-1 અને બીજા શહેરોમાં વિશાળ સમૂહ વચ્ચે હેલ્થકેર અને વેલનેસ બ્રાન્ડની પ્રતિષ્ઠામાં વધારો કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.”

અમૃતાંજન હેલ્થકેર લિમિટેડના ચીફ માર્કેટિંગ ઓફિસર મણિ ભગવતેશ્વરને (Mr. Mani Bhagavatheeswaran, Chief Marketing Officer) કહ્યું હતું કે, “હેલ્થકેર અને વેલનેસમાં કાર્યક્ષમ ઉકેલો પ્રદાન કરવામાં અમૃતાંજન લાંબા સમયથી પ્રતિષ્ઠા ધરાવે છે. અમે સમજીએ છીએ કે અમારા ગ્રાહકો ગુણવત્તા, કુદરતી તત્વો અને નવીનતાને પ્રધાન્ય આપે છે. અમદાવાદમાં વર્લ્ડ ઓફ અમૃતાંજન સ્ટોરની શરૂઆત સાથે અમે અમારી પ્રતિષ્ઠિત બ્રાન્ડને ગ્રાહકોની વધુ નજીક લઇ જતાં તેમને વ્યાપક શ્રેણી ઓફર કરી રહ્યાં છીએ. અમે વાઇબ્રન્ટ શહેરમાં અમારા મૂલ્યવાન ગ્રાહકોની અનુકૂળતામાં વધારો કરવા તથા ભવિષ્યમાં ઉપલબ્ધ તકો વિશે ઉત્સાહિત છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.