AMTSની નવી ૩૦૦ CNG બસમાં કંડક્ટર નહીં હોય
ટ્રાફિકમાં બસ રોકીને ડ્રાઈવર જ પેસેન્જરને ટિકિટ આપશે
અમદાવાદ, બીઆરટીએસમાં ૩૦૦ ઈલેક્ટ્રિક બસના પહેલા કોન્ટ્રાક્ટમાં કેન્દ્ર સરકારનો લાભ નહીં મળે તેવી ચર્ચા વચ્ચે એએમટીએસમાં નવી ૩૦ઢ સીએનજી બસ રોડ પર મૂકવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે. જા કે આમાં સત્તાવાળાઓ કંડક્ટરલેસ બસનો પ્રયોગ હાથ ધરવાના હોઈ શહેરના સાંકડા અને દબાણગ્રસ્ત રસ્તાને જાતાં ડ્રાઈવર ચાલુ બસે ટિકિટ ફાડી પેસેન્જર બેસાડે તે બાબત વ્યવહારૂ નથી તેમ એએમટીએસના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
એએમટીએસના સત્તાવાળા દ્વારા ૭૦૦થી વધુ ડ્રાઈવર-કંડક્ટરને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિફ્ટ કરાયા છે. આ સ્ટાફનો દર વર્ષે રૂ. ૩૦ કરોડનો પગાર એએમટીએસ તંત્ર ચૂકવે છે. આર્થિક કરકસરને બહાને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ધકેલાયેલા ડ્રાઈવર-કંડક્ટર કલેરિકલ ક્લાર્કની જવાબદારી સંભાળે છે. એક રીતે આ સમગ્ર બાબત હાસ્યાસ્પદ છે.
કેમ કે તંત્ર આગામી દિવસોમાં ૩૦૦ નવી સીએનજી બસ રોડ પર મૂકવા જઈ રહ્યું છે. અને તેમાં આ સ્ટાફની કોઈ ભૂમિકા નથી.
જાણકાર સૂત્રો કહે છે તંત્રએ ૩૦૦ સીએનજી બસ ખાનગી કોન્ટ્રાક્ટરો ખરીદીને રોડ પર મૂકે તેનું સંચાલન કરે તે પ્રકારના નિયમો ઘડવા લીધા છે. જેમાં કોન્ટ્રાક્ટરની તમામ નવી બસ કંડકટર વગર દોડશે.
ખાનગી કોન્ટ્રાક્ટરના ડ્રાઈવર જ પેસેન્જરને ટિકિટ ફાડશે. જા કે શહેરના સાંકડા અને દબાણગ્રસ્ત રસ્તા વચ્ચે આવતા સ્ટેન્ડ પર પેસેન્જર લઈને તેની ટિકિટ ફાડવી કે પેસેન્જરને ઉતારવા એવી બાબતો ડ્રાઈવરે સંભાળવાની હોય, આ સમગ્ર ક્વાયત માથાકૂટવાળી અને પિક અવર્સમાં ટ્રાફિક જામમાં વધારો કરનારી બનનાર હોઈ એએમટીએસના સત્તાવાળાઓનો નવો પ્રયોગ અત્યારથી વિવાદમાં આવ્યો છે.
દરમિયાન એએમટીએસના ટોચનાં વર્તુળો કહે છે તંત્ર માટે ઓપરેશનજ એન્ડ મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ વ્યાજબી બને તેમ નથી. ઉપરાંત ભાડેથી બસ ચલાવવા આપવાથી રાજ્ય સરકારની આર્થિક સહાય મળે તેમ છે. જેના કારણે નવી સીએનજી બસ ભાડેથી અપાયને કોન્ટ્રાક્ટરને દર કિલોમીટરે રૂ. ૪પ થી પ૦નું ભાડું ચૂકવાશે.