AMTSને પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો ફળ્યોઃ જૂનમાં દૈનિક આવક ₹ 21 લાખ
રોજ સરેરાશ ૩.૪૦ લાખથી વધુ લોકો એએમટીએસમાં મુસાફરી કરે છે: જૂનમાં દૈનિક આવક ₹ ર૧ લાખને પાર પહોંચી
(એજન્સી) અમદાવાદ, શહેરમાં જાહેર પરિવહન સેવા ક્ષેત્રમાં આજે પણ એએમટીએસ પેસેન્જર્સને ગમે છે. ખાનગી ઓપરેટર્સના હવાલે થયેલી એએમટીએસના ધાંધિયાના કારણે અનેક પેસેન્જર્સ ખાસ કરીને ટૂંકા અંતર માટે રિક્ષા પકડવાનું વધુ પસંદ કરે છે, પરંતુ આજથી રિક્ષાભાડું મોંઘુ થઈ ગયું છે.
હવે રિક્ષા માટે પેસેન્જર્સે લઘુતમ ભાડું રૂ.ર૦ ચુકવવું પડશે તેમજ પ્રતિ કિ.મી. રૂ.૧૩ના બદલે રૂ.૧પ આપવા પડશે એટલે સ્વાભાવિકપણે અસહ્ય મોંઘવારીની ઝાળમાં શેકાતા સામાન્ય અમદાવાદીઓ ટૂંકા અંતર માટે પણ એએમટીએસને પસંદ કરશે.
બીજા અર્થમાં અગાઉ જેમ એએમટીએસને પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો ફળ્યો હતો તેમ હવે રિક્ષાભાડાનો વધારો ફળશે પણ આમાં શરત એટલી રહેશે કે એએમટીએસના શાસકોને જે તે બસરૂટના છેલ્લા સ્ટેન્ડે ટોળે વળીને અડધો-પોણો કલાક સુધી ગપ્પાં મારતા ડ્રાઈવર્સ- કંડકટર્સને સમયસર બસ હંકારવાનો કડકાઈપૂર્વક આદેશ આપવો પડશે.
કોરોના મહામારીના કારણે એએમટીએસની હાલત પણ દયનીય થઈ હતી. જાન્યુઆરી-ર૦રરમાં થર્ડ વેવ શરૂ થતાં તંત્રને પેસેન્જર્સની પ૦ ટકા ક્ષમતા સાથે બસ દોડાવવાની ફરજ પડી હતી એટલે તે મહિનામાં રોજના ૧.૯૦ લાખ પેસેન્જરથી કુલ રૂ.૧૦.૯૧ લાખની દૈનિક આવક થતી હતી.
ફેબ્રુઆરી-ર૦રર માં કોરોના સહેજ હળવો થતા દૈનિક પેસેન્જર્સ વધીને ર.૯૩ લાખ થયા હતા, જયારે દૈનિક આવ રૂ.૧પ.૦૯ લાખ પર પહોચી હતી. ત્યારબાદના માર્ચ મહિનામાં એએમટીએસના પેસેન્જર્સ અને આવકમાં વધારો નોંધાયો હતો.
જાેકે પેસેન્જર્સની રોજની સંખ્યામાં ખરેખરની વૃદ્ધિ તો એપ્રિલમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થતાં નોંધાયો હતો.
એપ્રિલમાં રોજના ૩.૪૭ લાખ પેસેન્જર્સ નોંધાતા સત્તાવાળાઓ પણ ખુખુશાલ થઈ ગયા હતા. એપ્રિલમાં મ્યુનિ. તિજાેરીમાં આવક પેટે દરરોજ રૂ.૧૬.૭૦ લાખ ઠલવાતા હતા, જે ચાલુ નાણાકીય વર્ષમાં નવો વિક્રમ જ હતો. દરમિયાન એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલ કહે છે, ચાલુ જૂન મહિનામાં એએમટીએસની આવક વધીને રોજની રૂ.ર૧ લાખને પાર પહોંચી છે.
હવે રિક્ષાભાડામાં ખાસ્સો એવો વધારો થયો હોઈ મધ્યમવર્ગના અમદાવાદીઓ પણ ટૂંકા અંતર માટે એએમટીએસને પસંદ કરવાના હોઈ રોજના પેસેન્જર્સ વધીને ચાર લાખથી ઉપર થશે, જાેકે ભાજપના શાસકોએ ખાનગી ઓપરેટર્સના ડ્રાઈવર-કંડકટર્સની દાદાગીરી પર અંકુશ લાવીને એએમટીએસને વધુ ને વધુ લોકપ્રિય બનાવવા આંખોમાં કાજળ લગાવીને સાબદા થઈને રહેવું પડશે.