AMTSમાં રોજના બે લાખ મુસાફરો: તંત્રને રૂા. ૧૬ લાખથી વધુની આવક
કોરોના સંક્રમણના કેસ ઘટવાની પોઝિટિવ ઈફેક્ટ ઃ ધાર્મિક પ્રવાસની યોજનાથી પણ દરરોજ ૬૦ હજારની આવક મેળવનાર તંત્રે રક્ષાબંધને મહિલાઓ માટે રૂા. દસની મનપસંદ ટિકિટ જાહેર કરી
અમદાવાદ, શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ આ બન્ને જાહેર પરિવહનની સેવા પેસેન્જરો માટે દોડે છે. તેમાં બીઆરટીએસનો વ્યાપ ઓછો છે, જ્યારે એએમટીએસ અમદાવાદમાં ખૂણે અને ખાંચરે પહોંચતી હોઈ નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓ માટે આજે પણ આશીર્વાદરૂપ છે.
અત્યાર સુધી કોરોના મહામારીના કારણે આ જાહેર પરિવહન સેવાઓને પણ માઠી અસર પડી હતી. જાે કે હવે કોરોનાનું સંક્રમણ ઓછું થયું હોઈ શહેરમાં ઓફિસો અને દુકાનો રાબેતા મુજબ ધમધમતી થઈ ે એટલે રોજગાર પણ વધ્યો છે અને કોરોનાનો ખોફ ઘટ્યો હોઈ એએમટીએસમાં પેસેન્જરો વધ્યા છે.
શહેરમાં કોરોનાની સેકન્ડવેવના કારણે ગત તા. ૧૮ માર્ચથી એએમટીએસ અને બીઆરટીએસ સેવાને બંધ રખાઈ હતી, જેના કારણે નોકરિયાતો માટે રિક્ષાવાળાઓને મોં માંગ્યા ભાડા ચૂકવીને પણ તેમની નોકરી સાચવવાના કપરા દિવસો આવ્યા હતા. કાળઝાળ મોંઘવારીમાં જેમ તેમ ઘરનું ગાડું ગબડાવતા નોકરિયાત વર્ગ માટે તે દિવસો ભારે આકરા ગયા હથા.
જાે કે ૮૧ દિવસ બાદ એટલે કે તા. ૭ જૂનથી મ્યુનિ. સત્તાવાળાઓએ એએમટીએસ અને બીઆરટીએસ બસ સર્વિસને પ૦ ટકા બસ રોડ પર મૂકવાની છૂટ આપી હતી. અલબતત્ત પ૦ ટકા પેસેન્જર્સ અને પ૦ ટકા બસ સાથે આ બન્ને જાહેર પરિવહન સેવા શરૂ થતા હજારો પેસેન્જરોએ ભારે રાહત અનુભવી હતી.
જાે કે કોરોના મહામારીને કારણે ૮૧ દિવસ એએમટીએસ બસ સર્વિસ બંધ રહેવાથી એએમટીએસની તિજાેરીને આવકમાં રૂા. ૧૩ કરોડનો જંગી ફટકો પડયો હતો, પરંતુ હવે દરરોજના બે લાખ પેસેન્જરથી સરેરાશ રૂા. ૧૬ લાખની આવક થતાં તંત્ર હાશકારો અનુભવી રહ્યું છે.
એએમટીએસના જૂન અને જુલાઈ મહિનાના કુલ પેસેન્જર અને આવકના આંકડા તપાસતા ચાલુ ઓગસ્ટ મહિનો પેસેન્જર અને આવક- એમ બન્ને દ્રષ્ટિએ એએમટીએસના તંત્રને ફળ્યો છે. જૂનમાં દરરોજ ૯ર હજાર પેસેન્જર નોંધાઈને તંત્રને દરરોજ રૂા. ૬.૭ર લાખની આવક થતી હતી તે વખતે જૂના અંત સુધીમાં રોડ પર દરરોજની ૯૪ બસ દોડતી હતી.
જ્યારે જુલાઈમાં બસની સંખ્યામાં વૃધ્ધિ થઈને રોજેરોજ પ૬પ બસ રોડ પર દોડતી હતી. તે મહિનામાં રોજના ૧.૪૭ લાખ પેસેન્જરથી તંત્રને રૂા. ૧૦.૯ર લાખની રોજની આવક થઈ હતી. એટલે જૂન કરતા જુલાઈમા આશરે પ૩ હજાર પેસેન્જરો વધ્યા હતા.
તેમજ રોજની આવકમાં પણ આશરે રૂા. ૪.૦૩ લાખનો વધારો થયો હતો. આની સરખામણીમાં ઓગસ્ટમાં તો રોજગારની દિશા ખૂલતા તેમજ પવિત્ર શ્રાવણના તહેવારોના કારણે પેસેન્જર અને આવક વધવાથી એએમટીએસના સત્તાવાળાઓ રાજીના રેડ થયા છે.
હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોઈ એએમટીએસની ધાર્મિક યાત્રા પ્રવાસ યોજનાનો પણ ભાવિક લોકો બહોળો લાભ લઈ રહ્યાં છે. આ યોજના હેઠળ ૪૦ પેસેન્જર નોંધાતા એક બસની ફાળવણઊી થાય છે અને પ્રતિ પેસેન્જર રૂા. ૬૦નું ભાડું ચૂકવવું પડે છે. આ યોજના અંતર્ગત રોજની રપ થી ર૭ બસ મુકાતી હોઈ તેનાથી દરરોજ રૂા. ૬૦ થી ૬પ હજારની આવક થતી હોવાનો તંત્રનો દાવો છે.
દરમિયાન આગામી રવિવારે આવનારા ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન નિમિત્તે એએમટીએસના સત્તાવાળાઓ હરહંમેશની જેમ મહિલાઓ રૂા. ૧૦ અને બાળકોને રૂા. પની ટિકિટમાં મનપસંદ પ્રવાસ કરાવશે. એએમટીએસની રક્ષાબંધન વિશેષ યોજનાનો હજારો મહિલાઓ તેમના ભાઈને મંગળ રાખડી બાંધવા જવાના શુભ અવસરે લાભ ઉઠાવતી રહી છે.