AMTS ના બજેટમાં અગાઉ કરાયેલા સોનેરી સૂચનો અભેરાઈએ મૂકાયા
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરનો ભૌગોલિક વિસ્તાર દીન- પ્રતિદીન વધી રહયો છે તેની સાથે નવી વસાહતો- મકાનો બની જતા માનવ વસ્તીનું ભારણ વધ્યું છે તે સાથે જ વાહનોની સંખ્યા વધતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે
ટ્રાફિકની સમસ્યાનો ખ્યાલ પીકઅવર્સ દરમિયાન આવે છે અગર તો વરસાદ પડે અને પાણી ભરાઈ જાય ત્યારે આવે છે. અમદાવાદ મેગાસીટી બનવા તરફ જઈ રહયુ છે તેથી આગામી દિવસોમાં ટ્રાફિકનો મોટો પ્રશ્ન ઉભો થનાર છે. જાેકે આના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચિંતિત હતુ. કોર્પોરેશન હસ્તક અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એ.એમ.ટી.એસ) તરફથી રજૂ થયેલા બજેટમાં આજથી બે-ત્રણ વર્ષ પહેલા આ અંગે સૂચન કરાયુ હતુ.
પરંતુ કમનસીબે આજ સુધી તેનો અમલ કરાયો નથી. જાે આ સૂચનનો સ્વીકાર થયો હોત તો ટ્રાફિકની સમસ્યા મોટેભાગે હલ થઈ ગઈ હોત. ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે એસ.ટી મહત્વનો ભાગ ભજવી શકે છે. મતલબ એ કે એસ.ટી.ની બસોને કારણે અને તેમાં પ્રવાસ કરતા મુસાફરોને મુખ્ય સ્ટેન્ડ સુધી પહોંચવા વાહનો કરવા પડે છે. પરિણામે એસ.ટી. સ્ટેન્ડ વિસ્તારમાં તો ચક્કાજામની સ્થિતિ સર્જાય છે ટ્રાફિકનું ભારણ ઓછુ થાય
તે માટે એસ.ટી બસોને શહેરના નાકા સુધી જ પ્રવેશવા દેવાની સાથે ત્યાં મોટા ટર્મીનસ ઉભા કરવાની વાત કરાઈ હતી. જેમ કે મધ્ય ગુજરાત- દક્ષિણ ગુજરાતથી આવતી એસ.ટી. બસોને નારોલ ખાતે રોકી દેવામાં આવે અને ત્યાં ટર્મીનસથી આવતી- જતી બસો ઉપડે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાય. તો હિંમતનગર- રાજસ્થાનથી આવતી તમામ એસ.ટી. બસોને નરોડા સુધીનું સ્ટેન્ડ અપાય અને ત્યાં ટર્મીનસ ઉભુ કરવામાં આવે. હાલમાં સૌરાષ્ટ્ર જતી બસો નહેરૂનગર ટર્મીનસથી અને ઉત્તર ગુજરાત જતી એસ.ટી.બસો રાણીપના નવા ટર્મીનસથી ઉપાડવામાં આવે છે. હવે જે
પેસેન્જરો ઉતરે તેના માટે ફીડર બસોની સુવિધા કરાય તે પ્રકારના સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
એ.એમ.ટી.એસના બે-ત્રણ વર્ષ પૂર્વેના બજેટમાં શહેરમાં ટ્રાફિક ઓછો કરવા અપાયેલા સોનેરી સૂચનોને અભેરાઈએ ચડાવી દેવામાં આવ્યા છે પરિણામે આજે પણ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન થઈ ગઈ છે.