Western Times News

Gujarati News

AMTS નુંં ૧૦૦ ટકા ખાનગીકરણઃ અંતિમ ૧૦૦ બસોને સ્ક્રેપ કરાશે

File photo

નવી ૩૦૦ બસોની સામે સંસ્થાની અંતિમ ૧૦૦ બસોને સ્ક્રેપ કરવામાં આવશે : “કંડકટરલેસ” બસમાં આર્થિક નુકશાનઃ કમીશ્નરની જીદ સામે તંત્ર લાચાર !

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : કેન્દ્ર સરકાર ટ્રાફિકના નિયમો (new traffic rules) ભંગ કરવા બદલ દંડની રકમમાં કરેલા ધરખમ વધારાના કારણે નાગરીકો જાહેર પરિવહન લેવામાં મુસાફરી કરવા માટે પ્રેરીત થયા છે. પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહેલ વધારાના કારણે મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ અને જનમાર્ગમાં નવી બસો લેવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

ચોકાવનારી બાબત એ છે કે નવી ૩૦૦ બસોની ડીલીવરી મળ્યા બાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસમાં Ahmedabad municipal transport service ૧૦૦ ટકા ખાનગીકરણ થઈ જશે. જયારે “કંડકટર લેસ” Conductor less buses બસો દોડાવવાના નિર્ણયના કારણે સંસ્થાની આવકમાં ધરખમ ઘટાડો થયો હોવા છતાં મ્યુનિ. કમીશ્નરે વધુ બસો દોડાવવા માટે આદેશ કર્યા છે.

એક જમાનામાં દેશની શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવા તરીકે જેની ગણના થતી હતી તે “લાલ બસ” તેનું અસ્તિત્વ ગુમાવી ચુકી છે. તથા દિવાળી બાદ મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કોન્ટ્રાકટરનું રાજ રહેશે. મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ૩૦૦ સી.એન.જી.બસો લેવા માટે “ગ્રોસ કોસ્ટ” સીસ્ટમ થી ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે.

જેની તમામ પ્રક્રિયા ર૦ ઓકટોબર સુધી પૂર્ણ થઈ જશે. નવી ૩૦૦ બસોના આગમન બાદ સંસ્થાની માલિકીની ૧૦૦ બસો સ્ક્રેપ કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ સર્વિસ સ્વ.માલિકીની એકપણ બસ રોડ પર દોડાવશે નહી.

શહેરની સડકો પર જે પણ બસો દોડશે તે તમામ બસો કોન્ટ્રાકટરોની જ હશે. ટ્રાન્સપોર્ટ સર્વિસના સુત્રોએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે નવી ૩૦૦ બસમાં પણ કંડકટર રહેશે નહી. મતલબ કે, આ તમામ બસો કંડકટર વિના જ દોડાવવામાં આવશે. ખાનગી બેંક સાથે “જનમિત્ર” કાર્ડ માટે ટાઈ-અપ થયું છે.

નવી ૩૦૦ સી.એન.જી. બસોમાં 300 gng buses મુસાફર ને બસમાંથી જ “જનમિત્ર” Janmitra card કાર્ડ મળી રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. સંસ્થામાં નવી ૩૦૦ બસ “ગ્રોસ કોસ્ટ” સીસ્ટમથી લેવામાં આવી રહી હોવાથી કાયમી ડ્રાઈવરો ફાજલ પડશે જેમને મનપામાં મુકવામાં આવી શકે છે.

મ્યુનિ.કમીશ્નરની સુચના બાદ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા “કંડકટર લેસ” બસો દોડાવવામાં આવી રહી છે. પ્રાયોગીક ધોરણે સાત રૂટ પર સાત બસ મુકવામાં આવી હતી.ત્યારબાદ વધુ ર૧ રૂટ પર “કંડકટર લેસ” બસ મુકવામાં આવી છે.

જે રૂટ પર “કંડકટર લેસ” બસ મુકવામાં આવી છે. તેમાં દૈનિક આવકમાં ઘટાડો થયો છે. તેમજ ડ્રાઈવરને જ ટિકીટ કાપવાની જવાબદારી સોપવામાં આવી હોવાથી અકસ્માતની શકયતા વધી જાય છે. તેમ છતાં કમીશ્નરે Commissioner આપનાર નવી ૩૦૦ બસ પણ “કંડકટર લેસ” દોડાવવામાં આદેશ કર્યો છે. જેના કારણે સંસ્થાના સ્ટાફમાં નારાજગી જાવા મળે છે.

અમદાવાદ જનમાર્ગ લીમીટેડ દ્વારા પણ નવી ૩૦૦ ઈલેકટ્રીક બસ લેવામાં આવી રહી છે. જેની સામે સંસ્થા દ્વારા કુલ હયાત ૧૯૦ બસોને નિવૃત્ત કરવામાં આવશે. ટ્રાફિકના નવા નિયમો બાદ પેસેન્જરોની સંખ્યામાં ૧પ હજારનો તથા આવકમાં રૂ.એક લાખ નો વધારો થયો છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.