AMTS માત્ર ૬૦ રૂપિયામાં ધાર્મિક પ્રવાસ શરૂ કરશે
અમદાવાદ, નવરાત્રિના તહેવારને લઈ એએમટીએસ દ્વારા ધાર્મિક બસો શરૂ કરવામાં આવશે. આ બસો સવારે ૮ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધી વિવિધ મંદિરોમાં દોડાવાશે. આ બસમાં પુખ્તવયના લોકો માટે ૬૦ રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે જ્યારે બાળકો માટે ૩૦ રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે.
ધાર્મિક બસો ચાર ટર્મિનલથી મળશે. આ બસો લાલદરવાજા, સારંગપુર, મણિનગર અને વાડજ સ્ટેશન પરથી ઉપાડવામાં આવશે. ૭ ઓક્ટોબરથી એએમટીએસ દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવનાર છે. જેના માટે ઓછો ચાર્જ રાખવામાં આવ્યો છે.
પુખ્ત વયના લોકો માટે ૬૦ રૂપિયામાં આ પ્રવાસ કરાવાશે. તો બાળકો માટે માત્ર ૩૦ રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે.ભદ્રકાળી મંદિર – લાલ દરવાજા , મહાકાળી મંદિર – દૂધેશ્વર, ચામુંડા મંદિર – અસારવા બ્રિજ નીચે, માત્રભવાની વાવ – અસારવા, પદ્માવતી મંદિર – નરોડા, ખોડિયાર મંદિર –
નિકોલ, હરસિદ્ધી માતા મંદિર – રખિયાલ, બહુચરાજી મંદિર – ભૂલાભાઈ પાર્ક, મેલડી માતા મંદિર – બહેરામપુર, વૈષ્ણોદેવી મંદિર – એસજી હાઈવે, ઉમિયા માતા મંદિર – જાસપુર રોડ, આઈમાતા મંદિર – સુઘડ, હિંગળાજ માતા મંદિર – નવરંગપુરા વગેરે.
આ સાથે જ વધુ એક ખાસ નિયમ પણ મૂકવામાં આવ્યો છે કે જાે આ સુવિધાનો લાભ ગ્રુપમાં લેવો હોય તો ઓછામાં ઓછાં ૪૦ પ્રવાસીઓ હોવાં જાેઈએ. પ્રવાસમાં જવા માટે એક દિવસ પહેલાં જાણ કરવાની રહેશે.