AMTS BRTS બસોમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન થતું નથી
ડ્રાઈવર કન્ડકટરો માસ્ક વિના જાેવા મળે છે તો ચાલુ બસમાં પાન મસાલાની પીચકારીઓ મારે છે કેટલીક બસો ખીચોખીચ ભરાયે તો ઘણી બસોમાં ૧૫ થી ૧૬ મુસાફરો રોજ શા માટે?
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ફરતી એએમટીએસ અને બીઆરટીએસ બસમાં કોરોના નિયમન ગાઈડ લાઈનનું પાલન થતુ નહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેમાં કેટલીક બસોમાં ડ્રાઈવર કન્ડક્ટર પોતેજ માસ્ક ફરજિયાત હોવા છતાં પહેરતા નથી તેમજ ચાલુ બસમાં પાન મસાલા કે પડીકી મોંઢામાં ભરાવેલી હોય છે અને રસ્તા ઉપર થૂંકવા પ્રતિબંધ હોવા છતા પણ થૂંકતા નજરે જાેવા મળી રહ્યા છે.
બીજી તરફ એએમટીએસની મોટાભાગની બસો કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર ચાલે છે પરંતુ મ્યુનિ.સંચાલકો કે માલિકનો તેમના પર કાબુ હોય એમ જણાતુ નથી કોરોના ગાઈડ લાઈન મુજબ તેનું પાલન કરવામાં કેટલાંક ડ્રાઈવર કન્ડક્ટરો પોતાની મનમાની ચલાવતા હોય છે
મોટાભાગની બસો ખીચોખીચ ભરેલી જાેવા મળે છે તો અમુક બસોમાં માત્ર ૧૫ થી ૧૬ મુસાફરો જ ભરવામાં આવે છે આમ હજુ કોરોના ખતમ થયો નથી છતાં જાે બસમાં સરકારની ગાઈડ લાઈનનું પાલન નહી કરાતા ત્રીજી લહેરમાં નિર્દોષ નાગરિકો સપડાય તેવી શક્યતકાઓ વધી જાય છે.
બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદર પણ માસ્ક વિના કર્મચારીઓ તેમજ મુસાફરો જાેવા મળી રહ્યા છે એ એમ ટીએસની બસોમાં ઘણા રૂટો ઉપર મુસાફરોની સંખ્યા નહિવત જણાય છે તો ઘણાં મહત્વના રૂટો ઉપર મુસાફરો મોટી સંખ્યામાં જાેવા મળી છે તો આવા રૂટો ઉપર બસની સંખ્યા વધારી કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાવવું જાેઈએ તેવી ચર્ચા મુસાફરોમાંથી જાણવા મળે છે.
ઘણા એવા બસ રૂટ છે જ્યા બસોની સંખ્યા ઓછી છે તેવા રૂટો ઉપરની બસોમાં મુસાફરો ખીચોખીચ ભરાય છે જેમા ઘણા લોકો માસ્ક વિનાના જાેવા મળે છે તો આવા રૂટો ઉપર બસોની સંખ્યા વધારવી જાેઈએ અને જ્યા ઓછા મુસાફરો છે તેવા રૂટોમાં બસોની સંખ્યા ઘટાડવી જાેઈએ.
આમ તો સરકાર કે પોલીસ દ્વારા કોરોના ગાઈડ લાઈનનું પાલન સખત કરાવવામાં આવતુ હોય છે અને સામાન્ય નાગરિકો પાસેથી દંડ વસુલ ડ્રાઈવર કન્ડક્ટર મસાલો ખાઈ બસની બહાર રસ્તા ઉપર થૂકે તો તેની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે ખરો ? કે પછી માસ્ક વિના ડ્રાઈવર કન્કટરો પાસેથી દંડ વસૂલ કરાશે ?
જનતા પાસેથી દંડ વસૂલ કરવામાં સરકાર પાછી પાની કરતી નથી તો આવા ડ્રાઈવર કન્ડકટરો પાસેથઈ પણ દંડ વસૂલ કરવામાં આવે તેવી લોક લાગણી ઉઠવા પામી છે. એવી જાણકારી પ્રાપ્ત થઈ છે કે માસ્ક વિના બસમાં મુસાફરી કરવા દેવામાં આવતી નથી તો શું ડ્રાઈવર કન્ડકટશે માસ્ક વિના પોતાની ફરજ બજાવે તે યોગ્ય છે ? હવે જાેવાનું એ રહે છે કે સરકાર એએમટીએસ અને બીઆરટીએસમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાવશે ખરી ?