Western Times News

Gujarati News

AMTS-BRTSના ભાડામાં વધારો થવાની શકયતા

Files Photo

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન સંચાલીત એએમટીએસ અને બીઆરટીએસના ભાડાંમાં રૂપિયા રથી લઈ પ સુધીના વધારાની શકયતા વ્યકત કરી છે. વધારાનો અમલ કયારથી કરાશે ? તેનો હજી કોઈ નિર્ણય લેવાયો નથી.

પરંતુ મંગળવારે મ્યુનિ.કમીશ્નર અને ભાજપના સત્તાધીશો વચ્ચે મળેલી બેઠકમાં બસ સેવામાં સુધારા વધારા કરવા ઉપરાંત ભાડાં વધારા અંગે પણ ચચાવિચારણા થઈ હતી. મ્યુનિ. અધિકારીઓ કહે છેકે અગાઉ ર૦૧૪માં ભાડાં વધારો કરાયો હતો. પછી ર૦૧૭માં સામાન્ય વધારો અને હવે સૌથી મોટો વધારો થઈ શકે છે.

એએમટીએસ અને બીઆરટીએસ વર્ષોથી ખોટ કરે છે. ર૦૧૭માં પછી ડીઝલ અને સીએનજીમાં ભાવમાં વારંવાર ભાવ વધારો થયો છે. પરંતુ બસના ભાડામાં કોઈ વધારો કરાયો નહતો. મ્યુનિ.કમીશ્નર અને ભાજપના સત્તાધીશોએ પ્રેઝન્ટેશન જાેયા બાદ એએમટીએસ અને બીઆરટીએસના નવા રૂટ અંગે પણ ચર્ચા કરી હતી. સાથોસાથ બંને બસ સેવામાં નાગરીકો માટે સુવિધા વધે તે માટે ચર્ચા કરીને ભાડાં વધારા અંગે તમામનો અભિપ્રાય લીધો હતો.

એએમટીએસ અને બીઆરટીએસ વર્ષોથી ખોટ કરે છે. ર૦૧૭ પછી ડીઝલ અને સીએનજીના ભાવમાં વારંવાર ભાવ વધારો થયો છે. પરંતુ બસના ભાડાંમાં કોઈ વધારો કરાયો નહતો.

મ્યુનિ.કમીશ્ન્ર અને ભાજપના સત્તાધીશોએ પ્રેઝન્ટેશન જાેયા બાદ એએમટીએસ અને બીઆરટીએસના નવા રૂટ અંગે પણ ચર્ચા કરી હતી. સાથોસાથ બંને બસ સેવામાં નાગરીકો માટે સુવિધા વધે તે માટે ચર્ચા કરીને ભાડાં વધારા અંગે તમામનો અભિપ્રાય લીધો હતો.

એએમટીએસ બસનું મિનીમમ ભાડું રૂપિયા ૩ અને વધુમં વધુ રૂપિયા ૩પ છે. જયારે બીઆરટીએસ બસનું મિનીમમ ભાડું રૂપિયા ૪ અને વધુમાં વધુ ૩ર છે. બંને વિભાગના અધિકારીઓ ભાડાં વધારાનો ચાર્ટ તૈયાર કરીને મ્યુનિ. કમીશ્નરને સોપશે. ત્યારબાદ મ્યુનિ. કમીશ્નરની સત્તાધીશો સાથે ફરી બેઠક થશે. જેમાં નિર્ણય લેવાયા બાદ આગામી દિવસોમાં નવા ભાડાં વધારાનો અમલ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.