AMTSનો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં બસ ચલાવતા પકડાયો
તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યોઃ ભવિષ્યમાં બ્રેથ એનલાઈઝ કરવામાં આવશેઃ હિતેશભાઈ બારોટ
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ બસના ડ્રાઇવરો બેફામ ડ્રાઇવિંગ કરતા હોવાના કિસ્સાઓ અવારનવાર બહાર આવતા હોય છે. જેના કારણે નાના મોટા અકસ્માતો થતા હોય છે તેમ જ ક્યારેક એકસીડન્ટ પણ થાય છે.
ખાનગી ઓપરેટર ડ્રાઇવરો તમામ નીતિ નિયમો નિયમ મૂકીને બસંકારતા હોય છે જેનું ઉદાહરણ શુક્રવાર બપોરે જાેવા મળ્યું હતું જેમાં ૪૯ નંબરની આદિનાથનગરથી ઘુમા ગામની એએમટીએસ બસનો ડ્રાઇવર દારૂ પી અને ડ્રાઇવ કરતો હોવાની વિગતો બહાર આવી છે.
એએમટીએસ દ્વારા ડ્રાઈવરને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે જ્યારે આગામી સમયમાં તમામ ડ્રાઇવરોના બ્રેથ એનેલાઇઝર થી ટેસ્ટ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે ખાનગી ઓપરેટર દ્વારા ચલાવતી એએમટીએસની મુસાફરો ભરેલી બસ ડ્રાઇવર દારૂ પી અને ચલાવતો હતો અને લોકોના ધ્યાને આવતા જમાલપુર સીએનજી પમ્પ પાસે બસ રોકી અને ડ્રાઇવરને નીચે ઉતારી મુસાફરોએ સત્તાવાળાઓ ને જાણ કરી હતી
આ સમગ્ર ઘટના અંગે એએમટીએસ ટ્રાન્સપોર્ટ મેનેજર આર એલ પાંડેએ જણાવ્યું હતું કે રૂટ નં ૪૯ બસ નં એબીપી-૮ના પ્રાઈવેટ ડ્રાઈવર અંકિત કુમાર અશોક કુમાર ઉપાધ્યાય બેઝ નં ૦૦૫૭ ચાલુ ફરજે નશાકારક હાલતમાં ડ્રાઈવિંગ કરતા પકડાયા છે. તેઓની ઉપર કાયદેસર પોલીસ ફરિયાદની કાર્યવાહી ચાલુ છે.
આ બસના પ્રાઈવેટ ઓપરેટરને હેવી પેનલ્ટી કરવામાં આવશે તેમજ ઉપરોક્ત પ્રાઈવેટ ડ્રાઈવર ને કાયમી ધોરણે ફરજ પરથી મોકૂફ કરવાની કાર્યવાહી ચાલુ છે. આદિનાથ બલ્ક કેરિયર પ્રાઇવેટ લિમિટેડ નામના ખાનગી ઓપરેટરની આ બસનો ડ્રાઇવર હતો.
એએમટીએસની ૪૯ નંબરની આદિનાથનગરથી ઘુમા ગામ રૂટની એબીપી૮ નંબરની બસનો ડ્રાઇવર ૫૦ થી ૬૦ જેટલા પેસેન્જર ભરેલી બસ લઈને નીકળ્યો હતો અને ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં હતો. જમાલપુર ઊંટવાળી ચાલી નજીક સીએનજી પંપ પાસે જ્યારે બસ પહોંચી ત્યારે લોકોને ખબર પડી હતી કે ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં છે. જેથી બસ ત્યાં જ રોકાવી દેવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે ટૂંક સમયમાં જ ડ્રાઈવરોના બ્રેથ એનલાઈઝ કરવાની શરૂઆત કરવામાં આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે આ અંગે જણાવ્યું હતું કે
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ની બસ સેવા ખાનગી કંપની દ્વારા ચલાવવાનો કોન્ટ્રાકટ આપેલો છે .જેના કોન્ટ્રાકટર ભા. જ.પ. ના માનીતા હાલમાં ચૂંટાયેલા ધારાસભ્ય કોશિક જૈન ના સંબંધી છે અને તેઓ પોતે પણ પરોક્ષ રીતે સંકળાયેલ છે તેવા અહેવાલ મળેલ છે.
આ કોન્ટ્રાકટ આપ્યા ત્યારથી ખાનગી કંપની ના ડ્રાઈવર બેફામ બસો ચલાવી અકસ્માતો સર્જાયા છે અને તેની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. તેથી આ મામલે ઓપરેટર સામે પણ કાર્યવાહી કરવી જરૂરી છે.