Western Times News

Gujarati News

સુરતના ખટોદરા વિસ્તારમાં ૧૮ વર્ષીય યુવકે આપઘાત કર્યો

Files Photo

સુરત, ડાયમંડ નગરી સુરતમાં આપઘાતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં રહેતા ૧૮ વર્ષીય યુવકે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાત કરતાં પહેલા હાર્દિક ઝડફીયાએ તેની માતાને વોટ્‌સએપ પર સોરી મમ્મી એવો મેસેજ કર્યો હતો. ચાર દિવસ પહેલા જ યુવકે બર્થ ડે ઉજવ્યો હતો. યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ખટોદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતના ખટોદરા વિસ્તારમાં ૧૮ વર્ષીય યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાત પહેલા યુવકે પોતાની માતાને વોટ્‌સએપ પર સોરી મમ્મી લખી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક યુવકનો ૪ દિવસ પહેલા જ જન્મદિવસ ગયો હતો સુરતમાં યુવાનો નાની નાની વાતોમાં આપઘાત કરવા જેવું પગલું ભરી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતના ખટોદરા વિસ્તારમાં સામે આવી છે.

સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષીય હાર્દીક ઝડફીયા નામના યુવકે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક યુવકનો ૪ દિવસ પહેલા જ જન્મદિવસ ગયો હતો અને આપઘાત પહેલા તેણે પોતાની માતાને વોટ્‌સએપ પર સોરી મમ્મી લખીને મેસેજ કર્યો હતો અને બાદમાં તેણે આ પગલું ભરી લીધું હતું. આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ દ્વારા તપાસ શરુ કરવા આવી છે.

મૃતકના ભાઈ અજયે જાણાવ્યું હતું કે હું નોકરી પરથી ઘરે ગયો હતો અને ઘરે જઈને જાેયું તો ભાઈ ફાંસી પર લટકતો હતો મેં નીચે ઉતારી માતાને જાણ કરી હતી. તેણે સ્કુલ પણ છોડી દીધી હતી. ૪ દિવસ પહેલા જ તેનો જન્મદિવસ હતો અને ૧૮ વર્ષ પુરા થયા હતા. તેણે મમ્મી પાસે પૈસા માંગ્યા હતા મમીએ પૈસા નથી તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ તેણે મમીને સોરી લખીને મેસેજ મોકલી આપઘાત કરી લીધો હતો. મમ્મીએ તેને કહ્યું હતું કે મારી ઉમર થઇ ગયી છે કઈક સહારો આપો બસ એટલું જ કહ્યું હતું. આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે. દીકરાના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.