કામરોલ ગામેથી ૮ ફૂટ લાંબા મગરનું રેસ્ક્યૂ કરાયું
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) બુધવારે મોડી રાત્રે ૩ વાગ્યા ના સુમારે ગોધરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પર કોલ આવ્યો હતો કે ગોધરા થી ૨૫ કિ.મી દૂર કામરોલ ગામ માં રહેણાંક મકાન પાસે એક મહાકાય મગર આવી ચડ્યો છે. ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તાત્કાલિક ધોરણે ટીમ તૈયાર કરી
અને વન્ય પ્રાણીઓ અર્થે કામ કરતા સ્વયં સેવકો શાહબાઝ શેખ અને ભાવિન ભોઈ નો સંપર્ક કરી મોડી રાત્રિ ના સમયે ઘટના સ્થળ પર પહોંચી જતા અંદાજિત ૮ ફૂટ લાંબો મહાકાય મગર મળી આવ્યો હતો. ત્યાર પછી ૨ કલાક ની ભારે જેહમત બાદ તે મહાકાય મગર ને સુરક્ષિત રીતે આબાદ બચાવ કરી લેવામાં આવ્યો હતો. ત્યાર પછી તેને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ની ટીમ દ્વારા તેના કુદરતી આવાસ માં મુક્ત કરી દેવામાં આવ્યો.