ઝઘડિયા તાલુકામાંથી ૮ ફુટ લાંબો અજગર ઝડપાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના બાબજી ફળિયામા આવેલ ભાથીજી મહારાજના મંદિર પાસેથી ૮ ફુટ જેટલા લાંબા એક અજગરને રેસ્કયું કરવા આવ્યો હતો.
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના મંદિર પાસેથી આજરોજ એક અજગરે દેખા દેતા સ્થાનિકો દ્વારા સેવ એનિમલ ટીમને જાણ કરવામાં આવી હતી.ત્યાર બાદ સેવ એનિમલની ટીમ દ્વારા તત્કાલ સ્થળ ઉપર પહોંચીને વન વિભાગન માર્ગદર્શન હેઠળ મહાકાય અજગરને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથધરી હતી.
ભારે જહેમત બાદ ૮ ફુટ લાંબા અજગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી.બાદમાં આ પકડાયેલ અજગરને સેવ એનિમલની ટીમે ઉમલ્લા વન વિભાગ ખાતે સોંપવામાં આવેલ વન વિભાગ દ્વારા ઝડપાયેલ અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે એમ જણાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા કાંઠા વિસ્તારમાં પૂર્ણ પાણી ઓસર્યા બાદ ઘણા જળચર જીવો કાંઠા વિસ્તારમાં દેખા જઈ રહ્યા છે.