Western Times News

Gujarati News

સુરતના ઉત્રાણમાં ૮૫ મીટર ઊંચા પાવર હાઉસના ટાવરને ધ્વસ્ત કરાયો

સુરત, આજે સુરતના ઉત્રાણ ખાતે ૮૫ મીટર ઊચા પાવર હાઉસના ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ગેસ બેઝ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરનું ડિમોલિશન આજે સવારે ૧૧ વાગ્યે કરવામાં આવ્યું હતું. આ ટાવર કે જે ૭૦ મીટર પહોળો હતો જેને ૩૦ વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકારે ધ્વસ્ત કરવા ર્નિણય લીધો હતો.
આ કુલીંગ ટાવરને ટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પોઝન ટેકનિકથી બ્લાસ્ટ કરી ડિમોલિશન કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ માટે ૨૫૦ કિલો ટાયમાનાઈટનો વપરાશ કરવામાં આવ્યો હતો. ટાવર સ્થિત વિસ્તારમાં આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.

ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ ૩૭૫ અને ૧૩૫ મેગાવોટના બે પ્લાન્ટ ચાલી રહ્યા છે. જેમાં ૧૩૫ મેગાવોટનો પ્લાટન્ટ ૩૦ વર્ષથી કાર્યરત છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ નિર્ધારીત વર્ષો પછી જુના પ્લાન્ટને જમીનદોસ્ત કરવામાં આવે છે. ઉત્રાણ પાવર સ્ટેશનમાં ૧૩૫ મેગાવોટના પ્લાન્ટને તોડવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલતી હતી, આ કામગીરીના ભાગરૂપે આજે કુલીંગ ટાવરને બ્લાસ્ટ ડિમોલિશન કરી દેવાયો છે.

કંટ્રોલ બ્લાસ્ટની કામગારી પૂર્ણ થતાં આશરે ૩૦ થી ૪૦ મિનિટનો સમય લાગી શકે છે. બ્લાસ્ટિંગ સમય માત્ર ૧૦ થી ૧૫ સેકન્ડનો હતો, અને માત્ર ૫ સેકન્ડમાં આખો ટાવર કડડભૂસ થઈ ગયો. આ કામગીરીના કારણે ટાવરની આસપાસના માત્ર ૫૦ મીટરના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી અને ૫-૧૦ મિનિટ માટે વંટોળિયા જેવું હવાનું દબાણ સર્જાયુ હતું. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.