મક્કા-મદીના જવા હજયાત્રીઓ માટે વધારાની એર સેવાનો વિકલ્પ અપાશે
મોડાસા, કેન્દ્રની ભાજપ સરકાર લઘુમતિ મંત્રાલયની કેન્દ્રીય હજ કમિટી દ્વારા પ્રધાનમંત્રીની ભલામણથી આ વર્ષે હજનો કવોટા વધારેલ છે એટલું જ નહી હજ માટે જે નિર્ધારીત રકમ હતી તેમાં ઘટાડો કરી રૂ.૩૦ હજાર જેટલી રકમ રિફંડ તરીકે પરત મળશે તેવું જાણવા મળેલ છે.
વર્તમાન વર્ષમાં ૧૭ જૂને બકરી ઈદ હોઈ હજ યાત્રીકો જૂન માસમાં હજયાત્રામાં જશે. મુસ્લિમ સમાજની પવિત્ર હજયાત્રા માટે હાજીઓના રવાનગી માનભેર હવે થશે. દુનિયાભરના હજયાત્રીઓ તેમની ફરજ અદા કરવા સાઉદી અરેબીયાના મક્કા અને મદીના જશે. હજ યાત્રીઓ માટે ખુશખબર છે કે અમદાવાદથી જીદ્દાહ જવા માટે એક વધારાની એર લાઈન્સનો વિકલ્પ સુવિધા આપવાનો સરકારે નિર્ણય કરેલ છે તે આવકારદાયક હોઈ બિરદાવવાલાયક છે.
અમદાવાદથી એસવીપી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-ર ઉપરથી સાંજે પઃપ૦ વાગે ઈંડીગો એરલાઈન્સની ફલાઈટ ઉડાન ભરશે. આ ફલાઈટ પ કલાક પ મિનિટનો સમય લઈ સાઉદી અરેબીયાના જીદ્દાહ શહેર રાત્રીના ૮ઃરપ કલાકે પહોચાડશે. આ વધારાની ફલાઈટની સુવિધા તા.ર૦ જુલાઈથી શરૂ થશે. આ ફલાઈટ અઠવાડિયામાં બુધવાર તથા શનિવાર એમ બે દિવસ અમદાવાદ એરપોર્ટથી અકાસા એરલાઈન્સની ફલાઈટ ઉડાન ભરશે.