Western Times News

Gujarati News

અમદાવાદના નદી પારના વિસ્તારોમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો

અમદાવાદ, દેશમાં અને રાજ્યમાં ઘાતક કોરોનાનો કહેર વધ્યો છે. તો બીજી તરફ માર્ચ મહિનાના આરંભથી અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.૨૦ માર્ચે શહેરમાં કોરોનાના નવા ૫૨ કેસ નોંધાયા હતા.નદીપાર આવેલા થલતેજ,બોડકદેવ ઉપરાંત નવરંગપુરા,જાેધપુર અને સેટેલાઈટ સહિતના વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ ૨૮૩ એકિટવ કેસ નોંધાયા છે.

કોરોનાના શહેરમાં કુલ ૩૯૮ એકિટવ કેસ નોંધાયેલા છે.એકિટવ કેસ પૈકી ૩૭૮ દર્દી ૧૯ વર્ષથી ઉપરની વયના તથા ૨૦ દર્દી ૮૦ વર્ષની ઉંમરના હોવાનુ હેલ્થ વિભાગની તપાસમાં બહાર આવ્યુ છે.કુલ ૩૯ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ પૈકી એક દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે આઈ.સી.યુ.માં સારવાર હેઠળ છે.

૧૮ માર્ચ-૨૦૨૩ સુધીમાં શહેરમાં ઝાડા ઉલટીના ૨૯૧,ટાઈફોઈડના ૨૩૬ કેસ નોંધાયા હતા.કમળાના ૮૬ અને કોલેરાનો એક કેસ નોંધાયો હતો.ડેન્ગ્યૂના ૧૭,ચિકનગુનિયાના પાંચ અને મેલેરિયાના ચાર કેસ નોંધાયા હતા.માર્ચ મહિનામાં અત્યારસુધીમાં પાણીના લેવામાં આવેલા ૩૦ સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.