યુપીમાં ટ્રક સાથે એમ્બ્યુલન્સ અથડાતાં ૭નાં મોત નિપજયાં

લખનૌ, ઉત્તર પ્રદેશના બરેલીના ફતેહગંજ થાણા વિસ્તારમાં મંગળવારના રોજ એમ્બ્યુલન્સ કેન્ટર સાથે અથડાતા સાત લોકોના મોત થયા હતા.An ambulance collided with a truck in UP, killing three
રામામૂર્તિ હોસ્પિટલની એમ્બ્યુલન્સ દિલ્હીથી બરેલી આવી રહી હતી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સાંખા પુલ પાસે અકસ્માત થયો હતો, એમ ફતેહગંજ પશ્ચિમ ઝોન પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી કાર્યાલયના ટિ્વટર હેન્ડલ દ્વારા જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા, મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.HS1MS