વાર્ષિક 70 હજાર ડોલર પગારદારને UAEના ગોલ્ડન વિઝા મળી શકશે!
યુએઈમાં વિઝાના નિયમો બદલાયા ભારતીયોને તેની વધુ અસર થશે-પ્રોફેશનલ્સ માટે ગોલ્ડન વીઝા મેળવવાની લાયકાત અંગે નવા ફેરફારો કરવામાં આવ્યા
અબુધાબી, યુનાઈટેડ આરબ અમિરાતમાં પ્રોફેશનલ્સ માટે ગોલ્ડન વીઝા મેળવવાની પાત્રતા અંગે ફેરફારો કરવામાં આવ્યા છે જેઓ ગોલ્ડન વીઝા માટે અરજી કરવા માંગે છે, તેઓએ સખ્ત પગારની આવશ્કયતાઓને પૂર્ણ કરવી આવશ્યક છે.
ખાસ કરીને અરજદારો પાસે માસિક મૂળભૂત પગાર દિરહામ ર,૩૦,૦૦૦નો હોવો આવશ્યક છે જેમાં કોઈપણ પ્રકારનો ભથ્થાનો સમાવેશ થતો નથી. આ ફેરફાર અગાઉના નિયમોથી બિલકુલ અલગ છે જ્યાં કુલ પગાર પેકેજ જેમાં આવાસ અને પરિવહન જેવા ભથ્થા પણ સામેલ હતા તેને ધ્યામાં લેવામાં આવ્યું હતું.
આ પહેલાં વિજ્ઞાકિો અને વિશેષજ્ઞો માર્ગ હેઠળ અરજદારોને દિરહમ ૩૦,૦૦૦નો દર મહિને પગાર હોવો જરૂરી હતો જેમાં ભથ્થાં પણ સામેલ હતા. પરંતુ હવે નવા નિયમમાં માત્ર બેઝીક સેલરી પર ભાર મૂકવામાં આવ્યો છે જેમાં પ્રોફેશનલ્સ માટે ૧૦ વર્ષના વીઝા માટે ઉંચો બાર સેટ કરવામાં આવ્યો છે. આ નવા નિયમ હેઠળ જો કોઈ વ્યક્તિનું કુલ પગાર પેકેજ દિરહમ ૩૦,૦૦૦ સુધી પહોંચે છે
પરંતુ તેનો મૂળભૂત પગાર આ મર્યાદાથી ઓછો છે તો તે ગોલ્ડન વીઝા માટે અયોગ્ય હોઈ શકે છે. આ ફેરફારને કારણે કેટલીક અરજીઓ નકારી કાઢવામાં આવી છે. જેમ કે રહેવાસીઓ અને ઈમિગ્રેશન નિષ્ણાંતોએ પુષ્ટિ આપી છે. ફેડરલ ઓથોરિટી ફોર આઈડેન્ટિટી, સિટીઝનશીપ, કસ્ટમ્સ એન્ડ પોર્ટ સિકયુરિટી ખાતે ગ્રાહક સંભાળ એજન્ટે વિકાસની પુષ્ટિ કરી છે.
યુએઈ કેવી રીતે અને શા માટે આપે છે ગોલ્ડન વિઝા? જો કોઈ ભારતીય પાસ કરે છે તો 10 વર્ષ સુધી મળી શકે છે
વિદેશ જવા માટે વીઝા એક જરૂરી ડૉક્યુમેન્ટ છે. કોઈપણ રીતે પાસપોર્ટ વિના વિદેશમાં જઈ શકાતું નથી. બરાબર એ જ પ્રકાર વિના વિઝા વગર પણ વિદેશમાં નથી જઈ શકાય.
ગોલ્ડન વિઝા એક સ્પેશલ વિઝા છે. આ વિઝા ભારત માં ઘણા લોકો પાસે છે. આ વિઝા યુએઈ સરકાર દ્વારા ચાલુ રાખવામાં આવે છે.
આ વીઝા 5 થી 10 વર્ષ માટે આપવામાં આવે છે. તેઓ વીઝાધારકને વિશેષ અધિકાર આપે છે. આ વિઝા મુખ્યતૌર પર ડૉક્ટર, વિજ્ઞાની, સંસ્કૃતિ અને કલાકાર, એથલીટ, ડૉક્ટર ડિગ્રી ધારકોને આપવામાં આવી રહ્યાં છે. આ વિઝામાં નિવાસકર્તાને લાંબા સમય સુધી યુએઈમાં રહેવાની પરવાનગી આપે છે.