ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ભરૂચ લોકસભા બેઠક ઉપર જામશે ચૂંટણી જંગ
મનસુખ વસાવાને સાતમી વાર રિપીટ કરાતા ભરૂચ મધ્યસ્થ કાર્યાલય ઉપર રાત્રીએ દિવાળી જેવો માહોલ જામ્યો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)ભરૂચ જિલ્લામાં લોકસભા બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે સતત સાતમી ટમ માટે ભાજપ માંથી મનસુખ વસાવાને જ ઉમેદવાર જાહેર કરતા રાજકીય માહોલ જામ્યો છે અને મનસુખ વસાવા સિવાય ઈચ્છુક ઉમેદવારી કરનાર ઘણા નેતાઓ નું સુરસુરીયું થઈ જતા વીલા મોઢે પણ કેટલાક ઈચ્છુક ઉમેદવારોએ મનસુખ વસાવાને બુકે આપી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
હવે મનસુખ વસાવાને જીતાડવા માટે કોણ સૌથી વધુ મહેનત અને રંગ લાવે છે તે એક રાજકીય માહોલમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભરૂચ જિલ્લા લોકસભા બેઠક પર ભાજપ માંથી સાતમી ટમ માટે પુનઃ રિપીટ ન કરવા અને સામાન્ય બેઠક હોવા છતાં છ ટમ થી મનસુખ વસાવાને ઉમેદવારી કરતા હોય જેથી સાતમી ટમ માટે ઉજળીયાત ઉમેદવાર અથવા અન્ય આદિવાસી ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે તેવી જીદ સાથે ભાજપ માંથી આદિવાસી સહીત ઉજળીયાત રાજકીય નેતાઓએ ઉમેદવારી કરવા માટે ઈચ્છા ધરાવી સેન્સ આપ્યા હતા
અને આ સેન્સ માં પણ સાતમી ટમ માટે પુનઃ મનસુખ વસાવા જ ચાલે તેવી લહેરે સાતમી ટમ માટે રિપીટ કરવામાં આવ્યા છે અને મનસુખ વસાવા ને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા મધ્યસ્થ કાર્યાલય ખાતે પક્ષના હોદ્દેદારો અને સમર્થકોએ ઉમેદવાર જાહેર થયેલા મનસુખ વસાવાને ફુલહાર અને બુકે આપી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
પરંતુ ઘણા શુભેચ્છકો અને લોકસભામાં ઉમેદવારી માટે ઈચ્છા ઘરવનારાઓ એ વીલા મોઢે એટલે કે ખુશી ન હોવા છતાં ખુશી દર્શાવી શુભેચ્છાઓ પાઠવી ને ઢોલ નગારા અને ફટાકડાની આતશબાજી કરી મીઠાઈ ખવડાવી હતી.મનસુખ વસાવાને સાતમી ટમ માટે ચૂંટણી જંગમાં ઉતારવા માટે વધાવી લીધા હતા.