BoBના કર્મચારીએ ઇન્સ્યોરન્સ કંપની સાથે ગ્રાહકોને સહમત કરી કરોડોની છેતરપિંડી આચરી
હવે મામલામાં પોલીસ ફરિયાદ નોંધાતા હવે છેતરપિંડી આચરવામાં કોણ કોણ સામેલ છે એ સ્પષ્ટ થવાની આશા છે
પાલનપુર, સ્થાનિક રોકાણકારો અને છેતરપિંડીનો ભોગ બનેલાઓએ બેન્ક ઓફ બરોડાની ચિત્રાસણી શાખામાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો. બેંકના કર્મચારીઓ અને અધિકારીઓની સંડોવણી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. જોકે હવે મામલામાં પોલીસ ફરિયાદ નોંધાતા હવે છેતરપિંડી આચરવામાં કોણ કોણ સામેલ છે એ સ્પષ્ટ થવાની આશા છે.
બનાસકાંઠાના પાલનપુરના ચિત્રાસણી ગામે ર્મ્ંમ્ બેન્કમાં કર્મચારીએ ગ્રાહકોના કરોડો રૂપિયા ચાઉં કર્યાની ઘટના સામે આવી છે. ઘટનામાં હવે પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. ઘટનામાં સ્થાનિક પોલીસ દ્વારા ૯૧ લાખની છેતરપિંડીની પ્રાથમિક વિગતો સાથે ગુનો નોંધવામાં આવ્યો છે. જે મુજબ તપાસ શરુ કરવામાં આવી છે.
ગત સપ્તાહે સ્થાનિક રોકાણકારો અને છેતરપિંડીનો ભોગ બનેલાઓએ બેન્ક ઓફ બરોડાની ચિત્રાસણી શાખામાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો. બેંકના કર્મચારીઓ અને અધિકારીઓની સંડોવણી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. જોકે હવે મામલામાં પોલીસ ફરિયાદ નોંધાતા હવે છેતરપિંડી આચરવામાં કોણ કોણ સામેલ છે એ સ્પષ્ટ થવાની આશા છે.
ચિત્રાસણી બેંક ઓફ બરોડામાં ૨૪ ગ્રાહકો સાથે રૂ.૯૧ લાખથી વધુની છેતરપિંડી બહાર આવી છે. જે આંકડો અંદાજે ૨ થી ૩ કરોડ સુધી પહોંચી શકે છે. જે મામલે હવે ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર સહિત આશુ શાહ સામે ફરિયાદ નોંધાઇ છેબનાવની વિગતવાર વાત કરીએ તો, ચિત્રાસણી ગામે આવેલ ર્મ્ંમ્ બેંકની શાખમાં અનેક ખેડૂતોએ ફિક્સ ડિપોઝિટ મૂકી હતી.
જેમાં લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજરે વીમા કંપનીએ બેંક સાથે ટાઇઅપ કરેલું હોવાની કહ્યું હતું. તેમજ ૨૦૨૪-૨૫નું એડવાન્સ પ્રીમિયમમાં ૧૦-૨૦ ટકા ઓછું આવશે તેમ કહી ખેડૂતોના ફિક્સ ડિપોઝિટના પૈસા તેમાં નાખવા લાલચ આપી હતી. જે બાદ સહી કરાવી લીધી હતી અને બનાવટી પાવતીઓ આપી ઠગાઇ આચરી હતી.
આ કૌભાંડની જાણ થતાં જ ગ્રાહકોએ બેંક ખાતે આવી હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકોનો આક્ષેપ છે કે, પૈસા ચાઉં કરવામાં ઇન્સ્યોરન્સ કંપનીનો બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર આશુ શાહ અને બેન્કના અધિકારીની સંડોવણી છે. બેંકના મેનેજર અને સ્ટાફે ગ્રાહકોને બેંક ઓફ બરોડામાં પડેલી ફિક્સ ડિપોઝિટમાં ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ વધુ વ્યાજ આપશે તેવી લાલચ આપી હતી.
ઇન્સ્યોરન્સ કંપની સાથે ગ્રાહકોને સહમત કરી કરોડોની છેતરપિંડી આચરી. પોલીસ તપાસમાં હજુ અનેક ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે ફરાર આસુ શાહની શોધખોળ હાથ ધરી છે. ત્યારે હવે સમગ્ર કૌંભાડમાં શું ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું.