Western Times News

Gujarati News

વિરપુરના રણજીતપુરા સ્કુલ ખાતે પર્યાવરણ પ્રદર્શન યોજાયું

(પ્રતિનિધિ) વિરપુર, વિરપુર તાલુકાના રણજીતપુરા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન ગણીત અને પર્યાવરણ પ્રદર્શન ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અધ્યક્ષતામાં યોજાયું હતું આ પ્રદર્શન દરમ્યાન તાલુકાની પ્રાથમિક શાળાના ૧૧૮ જેટલા બાળ વિજ્ઞાનીકોએ ૫૯ જેટલી કૃતિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકયો હતો આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત સદસ્ય પિનાકિન શુક્લ, એસ બી ખાંટ, રમતુભાઈ બારીયા,અમુલ ડેરીના પુર્વ ડીરેક્ટર રાધુસિંહ પરમાર, વિરપુર તાલુકા પંચાયત પ્રમુખ ડોક્ટર દિપકભાઈ તલાર,તાલુકા વિકાસ અધિકારી,ડાયટ લાઈઝન ડોક્ટર ઓ એમ પાંડવ, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરી,તાલુકા શિક્ષણાધિકારી જે એ પાંડોર,બીઆરસી કો.ઓ નિરવભાઈ બારોટ , રણજીતસિંહ ઝાલા,નિકુલકુમાર પટેલ સહિતના શિક્ષણ જગતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ અંતર્ગત બાળ વિજ્ઞાનીકોને અધીકારીઓ દ્રારા બિરદાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.