અંદાજીત 1.26 લાખ કરોડની રકમની 2000ની નોટો બેંકોમાં જમા થઈ
કુલ રૂા.3.62 લાખ કરોડની 1.81 બિલિયન પીસ 31 માર્ચના રોજ સરકયુલેશનમાં હતી તેમાંથી 35 ટકા જેટલી નોટો જમા થઈ ગઈ છે.
મુંબઈ, દેશમાં રૂા.2000ની ચલણી નોટો પરત ખેંચવાની તા.23 મે ના રોજ પ્રક્રિયા શરુ થયા બાદ અત્યાર સુધીમાં સરકયુલેશનમાં રહેલી 35 ટકા ગુલાબી નોટો બેંકોમાં જમા થઈ ગઈ છે અથવા તો એકસચેંજ થઈ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ તા.30 સપ્ટેમ્બરની ડેડલાઈન સાથે રૂા.2 હજારની ચલણી નોટો બદલવા અથવા તો ખાતામાં જમા કરવાનું અલ્ટીમેટમ આપ્યુ છે અને સરકયુલેશનમાં 1.1 બિલીયન પીસ રૂા.2000ની ચલણી નોટો આરબીઆઈની જાહેરાત પુર્વે હતી અને તે પરત જમા થવાનું શરુ થયું હતું.
કુલ રૂા.3.62 લાખ કરોડની રકમની રૂા.2000ની ચલણી નોટો સરકયુલેશનમાં હોવાનું બહાર આવ્યુ હતું. પરંતુ ધીમે ધીમે બેંકોમાં આ નોટો જમા થવા લાગી છે અને 35 ટકા લોકો બેંકોમાં પહોંચી ગઈ છે.