અમદાવાદ હાટ ખાતે હાથ બનાવટની વસ્તુઓના વેચાણ માટેનું પ્રદર્શન યોજાશે
૪થી ૧૩ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન નાગરિકો લઈ શકશે મુલાકાત
તહેવારોની મોસમમાં હસ્તકલા કારીગરોને રોજગારી મળે અને અમદાવાદના શહેરીજનોને ઘરઆંગણે સુશોભન માટેની વસ્તુઓ મળે તે હેતુથી ૪થી ૧૩ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અમદાવાદ હાટ ખાતે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ૪ ઓગસ્ટ, શુક્રવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે આ પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવશે.
ઇંડેક્ષ્ટ –સીના સહકારથી અનિકેત ગ્રામ વિકાસ ટ્રસ્ટ –અમદાવાદ દ્વારા આ આયોજન કરવામાં આવશે. જેમાં જવેલરી, રાખડી, પંચગવ્ય, ઠાકોરજીના વાઘા, ચણીયા-ચોળી, લેધર આર્ટિકલ, પટોળા સાડી, મોતીકામ તથા સુશોભાનની વસ્તુઓ વગેરેનું પ્રદર્શન કરવામાં આવશે. ઇંડેક્ષ્ટ –સી સાથે નોંધાયેલા કારીગરો દ્વારા ઉત્પાદિત થયેલા સામાનના વેચાણમાં વધારો થાય અને વધુમાં વધુ રોજગારી મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખી પ્રચાર પ્રસાર માધ્યમો, સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા તૈયાર કરેલી પ્રોડક્ટની ઓળખ અને વેચાણ માટેની તકો પૂરી પાડવામાં આવશે. તેમજ ગ્રાહકોને પણ વ્યાજબી ભાવે કારીગરો પાસેથી સીધી ખરીદી કરવાની તકો પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું .