વિરપુરના કોયડમ ખાતે નેત્ર-નિદાન સારવારનો કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ)વિરપુર, મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કોયડમ ગામે માં ઉમા ક્લિનિક ખાતે નેત્ર – નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો દ્રષ્ટિ નેત્રાલય દાહોદ ,તથા માં ઉમા ક્લિનિક ડૉ નિલેશ પટેલના સહયોગથી કોયડમ ગામ ખાતે ફ્રી કેમ્પ આયોજન કરવામાં આવ્યુ હતું આ કેમ્પમાં વિના મૂલ્યે આંખોની તપાસ, સારવાર પણ કરવામાં આવી અને ૫૯૭ થી વધુ લોકોએ આ કેમ્પમાં આંખોની તપાસ અને સારવાર કરાવી હતી પ્રધાનમંત્રીના જન્મદિવસના સેવા પખવાડિયા નિમિતે નેત્ર નિદાન તથા સારવાર કેમ્પનું સાસંદ રતનસિંહ રાઠોડ અને ખેડા જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લએ દિપ? પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકાયો હતો.
આ કેમ્પમાં ૫૯૭ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ૯૪ દર્દીઓને મોતિયા બિન્દુ બદલવાનું નિદાન થયું હતું તો તે દર્દીઓને દાહોદ ખાતે લઇ જઈને બિલકુલ મફત ઓપેરેશન કરીને મોતિયા બિંદુનું પ્રત્યાપર્ણ કરી આપવાની ડૉ. નિલેશભાઈ પટેલ દ્રારા જવાબદારી લીધી હતી આ કેમ્પમાં પુર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક કોયડમ ગામના સરપંચ પારૂલબેન, જીલ્લા પંચાયત સદસ્ય રમતુભાઈ બારીયા,ભાજપ મહિલા મોરચા પ્રમુખ નિશાબેન સોની જીલ્લા પંચાયત સદસ્ય પિનાકિનભાઈ શુકલ,પુર્વ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ મહિસાગર જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા, વિરપુર તાલુકા યુવા મોરચા દિગ્વિજયસિંહ રાઠોડ સહીત ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.