14 વર્ષના દિયરની આ હરકતથી સસરા, સાસુ, પતિ અને સગીર દિયર વિરૂધ્ધ FIR દાખલ
૧૪ વર્ષના સગીરે સ્નાન કરતી ભાભીનો ન્યુડ વીડિયો ઉતાર્યો
(એજન્સી)અમદાવાદ, શહેરના સેટેલાઈટ વિસ્તારમાં પરીણીતાનો સ્નાન કરતો વીડીયો ઉતારવાના ષડયંત્રનો પર્દાફાશ થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. પરિણીતાનો સ્નાન કરતો વીડીયો ઉતારનાર બીજું કોઈ નહી પરંતુ તેનો સગો દીયરે છે
જેની ઉમર માત્ર ૧૪ વર્ષની જ છે. પરીણીતા સ્નાન કરવા માટે ગઈ ત્યારે તેની નજર ટોઈલેટ પાસે રહેલા મોબાઈલો પર પડી હતી જે તેણે ચેક કર્યા તો તેનો વીડીયો શુટ થઈ રહયો હતો. આ મામલા પર સસરાએ પણ પરીવાર સામે બફાટ કર્યો હતો કે આવું બધું તો ચાલ્યા કરે, તારી મમ્મી મને સંતોષ આપી ના શકે એટલે હું પણ આવા વીડીયો જોઉ છું.
સેટેલાઈટ વિસ્તારમાં રહેતી મીના નામ બદલ્યું છે. એ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સાસુ નિમીષા, સસરા, અક્ષય, પતિ હર્ષ અને ૧૪ વર્ષના દીયર રાજ નામ બદલ્યું છે. વિરૂધ્ધ છેડતી તેમજ ઘરેલું હિસાની ફરીયાદ કરી છે. એક વર્ષ પહેલાં મીના અને હર્ષ વચ્ચે મિત્રતા થઈ હતી, જે પ્રેમમાં પરીણમી હતી. બંનેના પરીવારજનોએ ઓકટોબર-ર૦ર૩માં સગાઈ કરાવી દીધી હતી, જોકે મીનાના પિતાએ એવી શરત રારખી હતી કે હર્ષ નોકરી કરવાનું શરૂ કરી દે એટલે તેમના લગ્ન કરાવી દઈશું.
સગાઈના થોડા દિવસ બાદ હર્ષના પિતા અક્ષય અને માતા નીમીષા મીનાના ઘરે આવ્યાં હતાં અને બંનેના લગ્ન કરાવી દેવા માટે ઝઘડો કર્યો હતો.
મીના પરીવારના વટ ઉપર જઈને પીજીમાં રહેવા જતી રહી હતી. જેથી તેનાં સાસુ નિમીષાએ કહયું હતું કે સગાઈ બાદ તું પીજીમાં રહે એ સારું ના લાગે ગત મહીને મીનાએ હર્ષ સાથે કોર્ટ મેરેજ કરી લીધાં હતાં અને ત્યારથી તેની સાસરીમાં રહેવા માટે ગઈ હતી.
થોડા દિવસ પહેલા સાંજના છ વાગ્યાની આસપાસ મીના સ્નાન કરવા જવાની તૈયારી કરી રહી હતી દરમ્યાન તેનો દીયર રાજ એક મીનીટમાં આવું છું તેમ કહીને બાથરૂમમાં ગયો હતો. રાજ બહાર આવી ગયા બાદ મીના નાહવા માટે ગઈ હતી ત્યારે અચાનક જ તેની નજર વોશ બેશીનની નીચે જતાં ત્યાં મોબાઈલ ફોન હાથમાં લેતાં તેમાં વીડીયો રેકોડીગ ચાલુ હતું.
મીનાએ રાજના કરતુતોની જાણ હર્ષને કરી હતી જેથી તેણે તેના ભાઈને એક લાફો મારીને ઠપકો આપ્યો હતો. મીનાનાં સાસુ-સસરા પણ રાજને સાથ આપીને બફાટ ચાલુ કરી દીધો હતો. મીનાના સસરા અક્ષયભાઈ પરીવાર વચ્ચે હર્ષને કહેવા લાગ્યા હતા કે તારી મમ્મી મને સંતોષ આપી ના શકે એટલે હું પણ આવા વીડીયો જોઉ છું.
આ ઘટના બાદ મીનાને ઘરમાં રહેવું સુરક્ષીત ના લાગતાં તે હોટલમાં રહેવા માટે ગયાં હતાં. અને બીજું મકાન શોધવાનું શરૂ કર્યુું હતું. બે-ત્રણ દિવસ બાદ મીના તેની સાસરીમાં જતાં તેના સાસુ-સસરા કહેવા લાગ્યાં હતાં કે તારા પર રેપ થોડો કરેલો છે. તું અલગ રહેવા માટે ખોટાં નાટક કરે છે. તમારે કયાંય બહાર નથી જવાનું તેમ કહી તેને જેમ તેમ બોલી માનસીક ત્રાસ આપવા લાગ્યાં હતાં.
એટલું જ નહી તેનાં સાસુ-સસરા તેને કહેતાં કે તારો ભૂતકાળ ખરાબ છે. અને તું દૂધે ધોયેલી નથી જયારે તેના પતિએ પણ તેની સાથે બોલાચાલી-ઝઘડો કરી તેને માર માર્યો હતો. સાસરીના ત્રાસથી કંટાળીને મીનાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સાસરીયા વિરૂધ્ધ ફરીયાદ કરી છે. પોલીસે સાસરીયાં વિરૂધ્ધ ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.