અમદાવાદ અને ગાંધીનગર ટવીન સિટીને લઇને મહત્વની જાહેરાત થશે
ગાંધીનગર, અમદાવાદ અને ગાંધીનગર હવે ખરા અર્થમાં ટવીન સિટી તરીકે ડેવલપ થશે. રાજ્ય સરકાર ઔડા, ગુડા, જીએમસી અને એએમસીને ભેગા કરીને એક સિંગલ ઓથિરિટી બનાવવા જઇ રહી છે. આ મુદ્દે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ મહત્વની જાહેરાત કરશે.
આ ર્નિણયને પગલે અમદાવાદ અને ગાંધીનગરના ડેવલપમેન્ટમાં અભૂતપૂર્વ બદલાવ આવશે. આ એક ર્નિણયથી આ બે શહેરોના વિકાસમાં અકલ્પનીય પરિવર્તનો આવાની સંભાવના જણાઇ રહી છે. હાલ અલગ – અલગ ઓથોરિટીને લઇને ડેવલપમેન્ટ પ્રોજેકટસ – પેપર પર તો સફળ દેખાય છે પરંતુ જ્યારે ગ્રાઉન્ડ પર મૂર્તિમંત કરવાની વાત હોય – ત્યાં સરકારના જ પ્રોજેકટસ વચ્ચે પરસ્પર વિસંગતતા જાેવા મળે છે.
હાલ તમામ ઓથોટિટીના ડેવલપમેન્ટ પ્લાન માત્ર હાલની વસ્તી અને સમય સંજાેગોને આધીન છે. જેમા ફયુચરિસ્ટીક વિઝનનો અભાવ હોવાનું સરકારને ધ્યાનમાં આવતા હવે તમામ ઓથોરિટીને ભેગા કરીને સિંગલ ઓથોરિટી બનાવવાનો ર્નિણય લેવાયો છે.
સિંગલ ઓથોરિટીની રચના માટે સીએમ એ મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં જ રાજ્સ સરકાર આ મુદ્દે વિધીવત રીતે ઘોષણા કરશે.
સિંગલ ઓથોરિટીની ઘોષણા બાદ શું ફેરફારો આવશે?
૧- સંકલનને અભાવે અલગ અલગ ઓથોરિટીના એકજ વિસ્તારમાં ડેવલપમેન્ટ પ્લાન હોય તો સરકારનાં જ પ્રોજેકટ વચ્ચે વિસંગતતા ઉભી થતી હતી જે હવે ટાળી શકાશે.
૨- રોડ, રસ્તા, બગીચા, સ્પોર્ટસ કોમ્પલેકસીસ, આગામી ૫૦ વર્ષની કલ્પનાને અનુરૂપ હશે.
૩- નવી ટીપીઓ ભવિષ્યના વસ્તી વિસ્ફોટને આધારીત બનાવાશે.
૪- અત્યાર સુધી તમામ ઓથોરિટીના અલગ અલગ ડેવલપમેન્ટ પ્લાન અનુસાર ટીપીઓ અલગ અલગ બનતી હતી જે ભવિષ્યની વસ્તી માટે પર્યાપ્ત નહોતી. એ તમામ ઓથોરિટી ભેગા મળીને હવે ટીપીઓ બનાવશે જેને લઇને અમદાવાદ – ગાંધીનગરનો ચારેય દિશામાં એક સરખો વિકાસ થશે.SS1MS