પોતાની મરજીથી પતિનું ઘર છોડનારી પત્નીના કેસ મુદે મહત્વનો ચુકાદો
પતિથી કારણ વગર જુદી રહેતી પત્ની ભરણ પોષણનો દાવો કરી શકે નહીઃ હાઈકોર્ટ
અકારણ પતિથી જુદી રહેતી પત્નીને ૧પ હજારનું ભરણપોષણ આપવાનો ફેમીલી કોર્ટનો આદેશ ઝારખંડ હાઈકોર્ટે રદ કર્યો
(એજન્સી)રાંચી, ઝારખંડહાઈકોર્ટે ભરણ-પોષણના કેસમાં મહત્વના ચુકદો આપતા કહયું હતું કે પતી પરેશાન કરતો ન હોય પરીવારના સભ્યો ત્રાસ આપતા ન હોય તેમ છતાં જો કોઈ પત્ની પતિથી જુદી રહેવાનું પસંદ કરે કે કિસ્સામાં ભરણ તે પોષણ નો દાવો કરી શકે નહી. રાંચીની ફેમીલી કોર્ટે જુદી રહેતી પત્નીને ૧પ હજાર ભરણ-પોષણ આપવાનો જે આદેશ આપ્યો હતો તે ઝારખંડ હાઈકોર્ટે રદ કર્યોહતો.
ઝારખંડ હાઈકોર્ટના ન્યાયમુર્તિ સુભાષચંદ્રની બેચે પતી-પત્નીને ભરણ પોષણની કેસની સુનાવણી કરી હતી. રાંચીના અમીત કચ્છપ નામના પતીએ રાંચી ફેમીલી કોર્ટના ર૦૧૭ના ચુકાદા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પતીએ દાવો કર્યો હતો કે લગ્ન થયાના થોડા દિવસ બાદ જ પત્ની કોઈ કારણ આપ્યા વગર ચાલી ગઈ હતી. દરેક વખતે તેને પાછા આવવા માટે કહેવાયું ત્યારે તે જુદા જુદા બહાના બતાવીને ટાળતી રહેતી હતી.
થોડા સમય પછી પત્નીએ રાંચીની ફેમીલી કોર્ટમાં ભરણ-પોષણ માટે અરજી કરી હતી. ફેમીલી કોર્ટે પત્નીને અરજી માન્ય રાખીને પતીને દર મહીને ૧પ હજાર રૂપિયા ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. એ ચુકાદા સામે પતીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે બંને પક્ષને સાંભળ્યા બાદ એવો ચુકાદો આપ્યો હતો. કે કારણ વગર પતીથી અલગ રહેતી પત્ની ભરણ-પોષણનો દાવો કરી શકે નહી.
પતી કે સાસરીયાએ ત્રાસ આપીને તેને ઘરમાંથી કાઢી મુકી હોય તો ભરણપોષણની અરજી માન્ય રાખી શકાય. પરંતુ એવું કોઈ કારણ ન હોય ને પોતાની રીતે ઘેર છોડીને જાય તો પત્નીને ભરણપોષણ આપી શકાય નહી. ન્યાયધીશ સુભાષચંદ્રએ કહયું કે પત્ની વતી એવા કોઈ પુરાવા રજુ થયા નથી. જેમાં પતીનો કે પરીવારનો ત્રાસ હોય ને ઘર છોડવું પડયું હોતય એ સાબીત થાય. પત્નીએ રજુ કેરલા પુરાવા વિરોધાભાષી છે. તેથી ભરણપોષણનો ફેમીલી કોર્ટનો આદેશ રદ કરવામાં આવે છે.