કડી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં કેમિકલ વેસ્ટ ફેંકવાની ઘટના સામે આવી
કડી, મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં કેમિકલ વેસ્ટ ફેંકવાની ઘટના સામે આવી છે. ખુલ્લી જગ્યામાં કેમિકલ વેસ્ટ ફેંકવાને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. પશુઓ અને સ્થાનિક લોકો માટે જાેખમી કેમિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે.
કેમિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકવાને લઈ હવે જીપીસીબી સામે પણ પણ સવાલો થવા લાગ્યા
કડીના ઈન્દ્રાડથી રાજપુર રોડ પર ખુલ્લામાં કેમિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે. આ વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીઓ સામે અનેકવાર ફરિયાદો ઉઠવા છતાં પણ તંત્ર દ્વારા નિયંત્રણના યોગ્ય પગલા હાથ ધરાતા નથી.
ત્યા આ વિસ્તારમાં કેમિકલ વેસ્ટરને ખુલ્લામાં જ ફેંકવાની ઘટના સામે આવી છે. જેને લઈ સ્થાનિક લોકોનો રોષ ભડક્યો છે.
મહેસાણા જીપીસીબી કચેરીની કામગીરી સામે પણ હવે સવાલો ઉઠવા લાગ્યા છે. વિસ્તારમાં ખુલ્લામાં કેમિકલ વેસ્ટ ફેંકવાને લઈ તેની આડ અસર લોકો અને પશુઓ પર થવાનો ભય રહેલો છે.
વેસ્ટ પાણીમાં ભળવા કે હવામાં ભળવાથી પશુઓને કે સ્થાનિકોને આડઅસર કરે તો જવાબદારી કોની એ પણ સવાલો થઈ રહ્યા છે. આ મામલે યોગ્ય તપાસ સાથે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. SS3SS